सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ પોદાર ઇન્ટરનેશન સ્કુલનાં આંગણે વાર્ષિક પ્રદર્શન અને કાર્નિવલ શ્રેણી 2.0 ની ભવ્ય ઉજવણી

આ કાર્યક્રમનું ઉદઘાટન ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા (આઇપીએસ) દ્વારા કરવામાં આવ્યું

યેશા શાહ
  • Dec 23 2024 12:27PM
“વાઇબ્રન્ટ ઇન્ડિયા પ્રતિભાનુ પ્રદર્શન” પંક્તિને શત પ્રતિશત સાર્થક કરતી આકર્ષક અને સંસ્કૃતિની અનોખી ઝલક પ્રદર્શિત કરતા 8 રાજ્યોની પ્રતિકૃતિ વિદ્યાર્થી દ્વારા સર્જવામાં આવી હતી તથા વિવિધ રાજ્યોના નૃત્યોની પણ રમઝટ દ્વારા મંચને ન્યાય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ઉત્સાહ અને પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું માતા-પિતા તેમજ જન મેદની આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું ઉદઘાટન ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા (આઇપીએસ) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે સર્વગ્રાહી શિક્ષણ અને સંલગ્નતા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડનાર શાળાના ઉમદા પ્રયાસની પ્રશંસા કરી હતી. કાર્નિવલમાં અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, રમતો તથા લકી ડ્રો જેવા વિવિધ આકર્ષણના માધ્યમ જનતા માટે ઉપલબ્ધ હતા. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર ,પંજાબ, ગોવા ,પશ્ચિમ બંગાળ ,કેરલા ,જમ્મુ કશ્મીર જેવા વિભિન્ન રાજ્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા . વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તેમની રચનાઓનું પ્રદર્શન કર્યું હતું સાથે સાથે ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન થી માંડીને કલાત્મક માસ્ટર પીસ ની  કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે જે સર્જનાત્મકતા અને પ્રોત્સાહન આપવા માટે શાળાની પ્રતિભત્તા ને પ્રતિબિંબિત કરે છે.

શાળાના સુકાની એવા આચાર્ય ડો. યોગેશ જૈને પ્રસંગોપાત ઉદબોધન કરી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણની કાર્યદક્ષતા, સમર્પણ અને પ્રતિભાનો ને બિરદાવી હતી .પ્રદર્શનમાં ઉપસ્થિત મુલાકાતીયો તમામ પ્રદર્શનની પ્રસ્તુતિના વખાણ કર્યા હતા પોતાના બાળકોના  ઉત્તમ ઉજ્જ્વળ ભવિષ્ય નિર્માણ ની કામના થકી શાળામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ના ઉત્સાહી માતાઓ દ્વારા પણ એક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંત ભાગમાં શાળા દ્વારા તમામ ઉપસ્થિત વાલીઓ સ્વયંસેવકોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણ થયેલ જાહેર કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार