નવસારી મહાપાલિકા બન્યા બાદ પણ કર્મચારીઓ હજુ સુધી યોગ્ય કામગીરી કરવા માટે ટેવાયા નથી
પાણીની લાઇનમાં 24 કલાકથી ભંગાણ થયુ હોવા છતાં અને લાખો લીટર પાણી વેડફાઈ ગયા બાદ પણ મનપાને સમારકામની કામગીરી કરવાની અધિકારી કે કર્મચારી ગણ દ્વારા તસ્દી લેવામાં આવી ન હતી.
કાલિયાવાડી બ્રીજની કામગીરીને લઈને પાણીની લાઈનને અલગ કરી દેવાઈ હતી. જોકે, બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓને સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. બાદમાં સોશિયલ મીડિયા વીડિયો વ્હેતો થયા બાદ મનપા દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હજારો લાખો લીટર પાણી વેડફાઈ જવાને કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણીની અછત સર્જાવા પામી હતી. તો ઘરોમાં પાણી ન આવતા લોકોએ વ્યય થઈ રહેલા પાણીમાંથી પોતાના માટે પાણી ભર્યું હતું. એક તરફ નવસારીના સાંસદ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી છે અને પાણી બચાવવા અને જળ સંચય માટે ભાર આપી રહ્યા છે તેવામાં મનપાની આવી વિરોધાભાસ કામગીરી પ્રશ્નો ઉભા કરી રહી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प