ગોરીગળ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે નવસારી ડેપો એકસ્ટ્રા બસો દોડાવશે
નવસારી-વાંસકુઈ અને બીલીમોરા/ચીખલી - વાંસકુઈ ખાસ બસ ઉપડશે
આગામી તા.09 માર્ચના રોજ રવિવારે ગોરીગળ બાપુનો મેળો ભરાનાર છે. આ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે મેળાના દિવસ દરમ્યાન નવસારી/બીલીમોરા ડેપો ખાતેથી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસાર નવસારી ડેપોથી વાંસકુઇ અને બીલીમોરા/ચીખલીથી વાંસકુઇ જવા આવવા માટે એકસ્ટ્રા બસો દોડાવાશે. જેનો તમામ ભાવિક-ભક્તોને લાભ લેવા એસ.ટી વલસાડ વિભાગીય નિયામકે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ગોળીગરની યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે. હોળીના આગળના રવિવારે યોજાતી આ યાત્રામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવીને બધા રાખવા અને બધા ઉતારવા માટે આવે છે. આ સાથે જ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટીને મેળામાં આનંદ માણતા હોય છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प