પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું : 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી
ખેડા જિલ્લામાં ૨ તાલુકા પંચાયત અને ૫ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે
રાજ્યમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરાયું છે, જેમાં રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ કરાયો છે, આ ચુંટણીમાં કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે, જેનું 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ખેડા જિલ્લામાં ૨ તાલુકા પંચાયત કપડવંજ અને કઠલાલ, જ્યારે ૫ નગરપાલિકા મહેમદાવાદ, ડાકોર, મહુધા, ચકલાસી, ખેડાની સામાન્ય-મધ્યસત્ર ચૂંટણી યોજાશે.
આ સાથે જિલ્લા પંચાયત ચૂંટણીની વાત કરીએ તો ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની બાકી છે. પરંતુ, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હાલ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની તારીખો જ જાહેર થાય તેવી શક્યતા છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प