सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી - મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથા 'માનસ કોટેશ્વર' શ્રવણ લાભ લેતાં ભાવિકો

મૂકેશ પંડિત
  • Feb 19 2025 5:35PM
તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા 'માનસ કોટેશ્વર' શ્રવણ લાભ લઈ રહ્યાં છે. મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી.

રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. 

રામકથા 'માનસ કોટેશ્વર' ગાનમાં મોરારિબાપુએ ઈશ્વર અને જીવ વચ્ચે ભેદ તેમજ બંને વચ્ચેની આધ્યાત્મિક વ્યાખ્યા સમજાવી. શૈવ મત મુજબ શિવ અને જીવ એક એટલે અદ્વૈત અને  વૈષ્ણવ મત મુજબ ઈશ્વર અને જીવ બંને જુદા પરંતુ પરસ્પર રહેલ સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું. 

ભાવ જગત અને જ્ઞાન જગત સાથે સનાતન મહિમા રૂપ સંદેશો આપતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી, આપણને જગાડે છે. ગમે તે સ્થિતિમાં સ્થિરતા આપે છે. મોરારિબાપુએ કહ્યું કે, જગતને આજે જરૂર છે તે શાસ્ત્ર છે, રામચરિત માનસ, ભવિષ્યમાં કદાચ અન્ય પણ ઉપયોગી થઈ શકે તેમ પણ ઉમેર્યું.

મનોરથી પ્રવિણભાઈ તન્ના પરિવાર દ્વારા થયેલ આયોજનથી સ્થાનિક તેમજ સુરસુદૂરથી આવેલાં ભાવિકો રામકથા 'માનસ કોટેશ્વર' શ્રવણ લાભ લઈ રહ્યાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार