सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં કરાવી શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકી

ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ના બીજા દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકીએ ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં  કરાવી ભૂલકાંઓને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.

સિદ્ધાર્થ ગોઘારી
  • Jun 29 2024 12:20PM
પરસોત્તમભાઇ સોલંકી એ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણું બાળક પ્રવેશથી વંચિત ન રહે અને શિક્ષણ ક્ષેત્રની તમામ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી ઉજ્વળ ભવિષ્ય બનાવવા આહવાન કર્યું હતું. 

રાણાધાર ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હસ્તે મોરચંદ ખાતે કેન્દ્રવર્તી-કન્યા શાળાના આંગણવાડીના ૧૬, બાલવાટિકાના-૨૧ કુમાર-કન્યા એમ કુલ-૩૭  ભુલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી તેમજ ધો-૯ ના પ્રવેશપાત્ર-૩૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

રાણાધાર પ્રાથમિક શાળાના બાલવાટિકાના-૧૯, આંગણવાડી ના ૧૩ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ભવાનીપરા પ્રાથમિક શાળાના બાલવાટિકાના-૨, આંગણવાડી ના ૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરસોત્તમભાઇ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार