તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ 23 : બારડોલી લોક સભાના સાંસદ અને પ્રભુભાઈ વસાવા દ્ધારા પિતૃઓના મોક્ષાર્થ ભાગવત કથાનું આયોજન કરાયું.
વિશ્વવિખ્યાત કથાકાર મેહુલભાઈ જાની (બાપુ )(ખેરગામ વાળા) ભાગવત કથા કરશે.
સૂરત જિલ્લાના માંડવીના તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ના પરિવાર જનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરાયો.
આજરોજ સાંસદ પ્રભુભાઈ વસાવા ના સ્વપ્ન બંગલો ગોપાલ નગર ખાતે આવેલ નિવાસ્થાનેથી સાંસદ પ્રભુભાઈ વસાવા તથા તેમના ધર્મપત્ની પન્નાબેન વસાવા મિહિરભાઈ વસાવા તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા કાઢવામાં આવી. આ પોથીયાત્રા બગી તથા બેન્ડવાજા ના સથવારે કુવારિકાઓ, સંતો મહંતો અને વિશ્વવિખ્યાત કથાકાર મેહુલભાઈ જાની (બાપુ )(ખેરગામ વાળા) નીઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી જે રામજી મંદિર ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પોથીયાત્રામાં તમામ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં કેસરી સાડી પરીધાન કરતા નગરમાં કેસરિયો માહોલ સર્જાયો હતો. ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો દ્વારા રાધે રાધે ના ગગન ભેદી નારાઓ લગાવ્યા હતા જેથી ભક્તિભાવ માહોલ સર્જાયો હતો.માંડવી નગરના દરેક પોઇન્ટ પર પોથીયાત્રાને પુષ્પવર્ષા કરાઈ હતી. જેના કારણે ભક્તિ મય માહોલ સર્જન થયું હતું. અને પોથીયાત્રા નું રિવરફ્રન્ટ ખાતે ઉમળકાભેર ભેર સ્વાગત કરાયું હતું. કથા સ્થળે સંતો, મહંતો તથા મહાનુભવોનું સાંસદ પ્રભુભાઈ વસાવા ના પરિવારજનો દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ 24 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી ચાલશે. 1 ડિસેમ્બરે વિષ્ણુ યજ્ઞ (પિતૃ યજ્ઞ) યોજાશે તેમજ 29 નવેમ્બરના રોજ સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવી જી નો લોક ડાયરો યોજાશે. અંતે શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તાપી મૈયા ની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પ્રભુભાઈ વસાવા એ પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલ કથામાં તથા ડાયરામાં મોટી સંખ્યામાં લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प