सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકના અધ્યક્ષતામાં મેગા ઝૂંબેશ અંતર્ગત જિલ્લા પંચાયતની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

લોકોના જીવનની ગુણવત્તા સુધારો આવે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢક

શૈશવ રાવ નર્મદા
  • Feb 19 2025 5:22PM
તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ દરમિયાન યોજાશે બ્લડ પ્રેશર અને ડાયાબીટીશનાં દર્દીનાં નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ

નર્મદા જિલ્લામાં તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ દરમિયાન ૩૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે બ્લડ પ્રેશર અને ડાયાબીટીશનાં દર્દીઓની નોંધણી માટે મેગા ઝૂંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક માઢકના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત રાજપીપલાની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન આયોજન કરવામાં આવ્યુ હતુ. 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ દરમિયાન રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં બ્લડ પ્રેશર અને ડાયાબીટીશનાં દર્દીનાં નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે કે, લોકોના જીવનની ગુણવત્તા સુધારો આવે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આ ખાસ મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી રહી છે. 

વધુમાં જણાવ્યું કે, જિલ્લાના ૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકોને આરોગ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું ઘરે-ઘરે તપાસ કરશે અને નેશનલ કોમ્યુનિકેબલ ડિસીસ પર નોંધણી કરાવશે. અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સા.આ.કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ-સેન્ટર, મા.આ કેન્દ્ર) ખાતે નોંધણી કરાવી કરાવી શકશે. આ નોંધણી કરવાનો મુખ્ય ફાયદો છે કે, બી.પી અને ડાયાબીટીસ અસર ખબર પડે અને સંપૂર્ણપણે નિઃશુલ્કપણે સારવાર થઈ શકે જેનાથી રોગ નિયંત્રણમા લાવી શકાય છે. 

આ પ્રેસ ફોન્ફરન્સ બાદ ઉપસ્થિત સૌનો બી.પી અને ડાયાબીટીસની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી. પ્રેસ ફોન્ફરન્સમાં જિલ્લા લેપ્રસી અધિકારી ડો. હેતલભાઈ ચૌધરી, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછાર, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારી ઓ, ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार