અમદાવાદ રેલવે સ્ટેશનનું રુ.2300 કરોડથી વધુના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં મુસાફરોને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. વિશાળ પાર્કિંગ પણ બનાવવામાં આવશે, તેમજ રેલવે મેટ્રો અને ટ્રાન્સપોર્ટ સુવિધા પણ આપવામાં આવશે. જેથી મુસાફર બહાર નિકળ્યા વગર તમામ સુવિધાઓનો લાભ લઇ શકે.
પીએમ મોદીના 2047ના વિઝનને ધ્યાનમાં રાખને દેશમાં અર્થતંત્રને વેગમાન બનાવવા માટે રેલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યા દેશમાં 1300 સ્ટેશનની હાલ કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદમાં 3 મેજર અને 16 નાના સ્ટેશનોનો સમાવેશ થાય છે. 3 મેજર સ્ટેશનોમાં એક ભુજ, સાબરમતી અને કાલુપુર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. કાલુપુર રાજ્યનું સૌથી મોટુ રેલવે સ્ટેશન છે, તેનું 2300 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાઇ રહ્યું છે. તો અન્ય બે રેલવે સ્ટશનો 300 કરોડના ખર્ચે ડેવલપ કરાઇ રહ્યા છે.
2300 કરોડના ઉપરના ખર્ચમાં 2.5 લાખ સ્કવેર મીટરમાં 16 માળનું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, જ્યા પાર્કિંગ પણ બનાવવામાં આવશે. આ હેતુ માટે પેસેન્જર રિઝર્વેશન ઓફિસનું સ્થળાંતર કરી 40 ઓફિસો ખસેડવામાં આવશે. 3 મહિનામાં બિલ્ડિંગને તોડીને બે માળનું બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવશે જે વસ્ત્રાપુરના આલ્ફા વન મોલના પાર્કિંગ કરતાં પણ મોટું છે અને 3500 કાર પાર્ક કરી શકાશે. જ્યાં હાલમાં 600 મજૂરો કામ કરી રહ્યા છે અને કોઈ અકસ્માત થયો નથી, આ રેલવે માટે મોટી ઉપલબ્ધિ કહી શકાય. જ્યા કામદારો માટે હોસ્પિટલ અને ડોક્ટરોની પણ સુવિધા કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન બિલ્ડીંગના ફાઉન્ડેશનનું 6 મીટર અંદરની બાંધકામ બહાર કાઢ્યું. જે માર્ચમાં શરૂ કરેલી કામગીરીમાં 3 મહિનામાં બિલ્ડીંગ ડીમોલેશ કરવામાં થયા. જ્યાં નવા સ્ટેશનમાં રોડ મોટા 6 લેન બનશે. જ્યાં નીચે કોઈએ આવવું ન પડે માટે એલિવેટડ રોડ જે કાલુપુર અને સારંગપુર બને બ્રિજ ને જોડતો એલિવેટેડ રોડ હશે. તો ટ્રેન-મેટ્રો-AMTS-BRTS અને રીક્ષા બધાને એક સાથે સુવિધા લોકોને મળશે. જે બુલેટ ટ્રેનમાંથી બહાર નીકળ્યા વગર મુસાફર રેલવે અને મેટ્રો ટ્રેન અને બસ-રીક્ષા પકડી શકશે તેવી નવા સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરાઈ છે.