ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કાંડ મામલે સરકાર દ્વારા કોર્ટમાં કબૂલાત કરવામાં આવી છે. હોસ્પિટલે ખોટા ક્લેમ મેળવવા માટે મકલી સર્ટિફિકેટ બનાવ્યાની રજુઆત કરી હતી. વિશેષ સરકારી વકીલે કોર્ટમાં માહિતી આપી હતી. ખોટા સર્ટિફિકેટની સાથે સાથે દર્દીઓના ખોટા રિપોર્ટ પણ બનાવવામાં આવ્યા હતા.
પીએમજય યોજના અંતર્ગત રુપિયા 16.64 કરોડ હોસ્પિટલને ચૂકવવામાં આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના 4 ડિરેક્ટરો માથી ફક્ત એક જ ડોક્ટર મેડિકલ નિષ્ણાંત છે. આજે ડો. સંજય પટોળિયાને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો, ક્રાઇમ બ્રાંચે 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે. સંજય પટોળીયાની ગતરોજ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી.
જુઓ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શુ કહ્યું
દેશભરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગાજી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કુલપતિ સમિટમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ખ્યાતિ કાંડને પાનસેરિયાએ શિક્ષણ વ્યવસ્થા સાથે સાંકળ્યો હતો. તેમણે કહ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ. ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થયા છે. તેમણે કહ્યું કે નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા એટલે ખ્યાતિ જેવા કાંડ થયા છે.