सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત : સરકારી કર્મચારીઓને દિવાળી ગીફ્ટ, જુઓ કઇ તારીખે પગાર સાથે પેન્શનની એડવાન્સ ચૂકવણી થશે.

આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો હિતલક્ષી નિર્ણય

Jashu Bhai Solanki
  • Oct 16 2024 4:11PM

આગામી દિવાળીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શનની રકમ અડવાન્સ ચૂકવણી કરવામાં આવશે.

રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને નિવૃત પેન્શનધારકોને આગામી દિવાળીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખરેખર અ વખતે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળતા મસિક પગાર તેમજ પેન્શન ધારકોને પેન્શનની રકમ એડવાન્સ ચૂકવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચૂકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

વધુમાં જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે પણ કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार