सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gujarat: 28મીએ પીએમ મોદી ગુજરાત આવશે. સ્પેનના વડાપ્રદાન પણ આવશે, જાણો અહિ સંપુર્ણ શેડયૂલ

પીએમ મોદીની વડોદરા મુલાતાકના આયોજનને લઇને SPGની ટીમ આજે વડોદરા પહોચી સ્થાનિક સુરક્ષી ટીમ સાથે રુટનું નિરિક્ષણ કરશે.

Jashu Bhai Solanki
  • Oct 25 2024 11:40AM

ટૂંક સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે આ મોંઘેરા મહેમાનોના સ્વાગત માટે સમગ્ર શહેરને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. PM મોદી 28મી તારીખે વડોદરાની મુલાકાતના આયોજનને લઇ SPGની ટીમ આજે વડોદરા પહોંચીને સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરીક્ષણ કરશે.

પીએમ મોદી 28મીએ વડોદરાના મહેમાન બનશે. પાએમ મોદી અને સ્પેનના પીએમ સાંચેઝનો રોડ શો યોજાશે. પીએમના પ્રવાસને લઇ સધન સુરક્ષા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સુરક્ષા ટિમ સાથે રુટનું નિરીક્ષણ કરશે અને 4 લેયરમાં એસપીજીની ટીમ સુરક્ષા કરશે. પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાનના પ્રવાસને લઇ આવતી કાલથી જ હાઇ સિક્યુરિટી લાગુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએની વડોદરા મુલાકાત દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન માર્ગો ઉપર 15 સાંસ્કૃતિક મંચ પરથી 200 જેટલા કલાકારો વિવિધ પરંપરાગત નૃત્યો થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. PM મોદી ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે.

66 જેટલા કલાકારો કરશે સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમી દ્વારા રાસ થકી ૬૬ જેટલા કલાકારો ભવ્ય સ્વાગત કરશે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार