ગુજરાત ખ્યાતિ હસ્પિટલ કાંડને લઇને મોટા સમાચાર આવ્યા છે. આ કાંડમાં ફરાર આરોપી રાજશ્રી કોઠારીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. કોર્ટે આગોતરા જમાન અરજી ફગાવી દીધી હતી. અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાર્તિક પટેલ સિવાય તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓ પીએમજય યોજનાનો દુરઉપયોગ કરતા હતા. આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવી તેમની સર્જરી કરવામાં આવતી હતી. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પના નામે 19 દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાથી 7 દર્દીઓને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમાથી બે દર્દીના મૃત્યું થયા હતા. ત્યાર બાદ મામલો સામે આવ્યો હતો.
રિપોર્ટ પણ ખોટા બનાવવામાં આવતા હતા. 40 ટકા બ્લોકેજ હોવા છતા 80 ટકા બ્લોકેજ કહીને દર્દીને બાયપાસ સર્જરી કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. હાલ આરોપીએ પોલીસ પકડમાં છે તેમજ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજુ પણ અનેક રાજ ખુલવાની શક્યતાઓ છે.