ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં 06 ડિસેમ્બરના રોજ થશે. આ ટેસ્ટ પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ હશે. સિરીઝની પહેલી ટેસ્ટ પર્થમાં રેડ બોલથી રમાઇ હતી. પરંતુ બીજી મેચ પિંક બોલથી રમાવાની છે, આવી સ્થિતિમાં બન્ને ટીમો માટે પિંક બોલ ટેસ્ટ રમવું એક પડકાર રહેશે. આવો જાણીએ રેડ અને પિંક બોલમાં શુ ફરક હોઇ છે. અને અને રમવું કેટલુ પડકાર છે.
પિંક બોલ કેવી રીતે અલગ છે.
પિંક બોલનો ઉપયોગ ડે નાઇટ ટેસ્ટ મેચ માટે થાય છે. કારણ કે રાતના સમયે રેડ બોલની સરખામણીમાં પિંક બોલની વિજિબિલિટી વધુ હોઇ છે. પરંતુ પિંક બોલ વધારે ચમકદાર હોવાથી કોઇ પણ બેટ્સમેનને સરળતાથી બોલની શાઇન દેખાતી નથી, સાંજના સમયે ત્રીજા સેશનમાં રમવું મુશ્કેલ બની જાય છે.
પિંક બોલની લાંબા સમય સુધી ચમક રહે તેવી તેની બનાવટ કરવામાં આવે છે. તેથી 40 ઓવર પછી પણ તેમની શાઇન રહે છે. અને સરળતાથી સ્વિંગ કરી શકાય છે. જેમ-જેમ ગેમ આગળ ચાલતી રહે તેમ તેમ રિવર્સ સ્વિંગ પણ કરી શકાય છે. જે બેટ્સમેન માટે રમવું પડકાર જનક છે.
સાંજના સમયે ત્રીજા સેશનમાં પિંક બોલ સરળતાથી દેખાઇ તે માટે તેમા ખાસ કાળા દોરાની સિલાઇ કરવામાં આવે છે. જ્યારે લાલ બોલમાં સફેદ દોરાની સિલાઇ કરવામાં આવે છે.
પિંક બોલથી રમવામાં શું છે સમસ્યાઓ
પિંક બોલમાં પણ સમસ્યાઓ છે. જે ખેલાડીઓને રંગ દ્રષ્ટિની સમસ્યા છે. આ બોલની લાઇન અને લેન્થને જજ કરવુ પણ આસાન નથી. સાંજના સમયે પિંક બોલ વધું સ્વિંગ થાય છે. ક્રિઝમાં વધારે નમી હોય તો બોલ વધુ હરકત કરે છે.
આવતી કાલે રમાશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઇટ મેચ રમાશે
બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝની બીજી મેચ આવતી કાલે એડિલેડમાં રમાશે. જેમાં ફાસ્ટ બોલરને વધારે મદદ મળશે, કારણ કે લાંબા સમય સુધી બોલની શાઇન રહે માટે 50 ઓવર પછી પણ બોલ સ્વિંગ થાય છે. જે બેટ્સમેન માટે પડકાર રુપ છે. જેમ જેમ મેચ આગળ ચાલશે તેમ પિચમા પણ ફરક જોવા મળશે, મેચના ચોથા અને પાંચમા દિવસે સ્પિનર્સને મદદ મળે તવી સંભાવના છે. આવી સ્થિતીમાં કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ લેવી જ ફાયદાકારક રહેશે. ઉલ્લેનીય છે કે 2020 ઓસ્ટ્રેલિયા ટુર દરમિયાન ભારત પિંક બોલ ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં 36 રનમાં ઓલ આઉટ થઇ હતી. તેમની કોઇ અસર ટીમને ન પડે તેમનું પણ ધ્યાન રાખવું પડશે.
જાણો અહી બન્ને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતની ટીમઃયશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા (કેપ્ટન), કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વૉશિંગ્ટન સુંદર/આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, સપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન)
ઓસ્ટ્રેલિયાની ટીમઃનાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયૉન, સ્કૉટ બૉલેન્ડ,