અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓનાં મોત મામલે તપાસ કરતા વધુ એક બાબત સામે આવી છે. જેમા હોસ્પિટલમાં તંત્ર દ્વારા દર્દીઓને ડરાવીને ઓપરેશન કરવામાં આવતું. પીએમજેવાય દ્વારા ઓપરેશન કરાવવા માટે સરકાર પાસેથી પૈસા કઢાવવા માટે આવી કરતુતો કરવામાં આવતી હતી.
જુઓ અહીં હોસ્પિટલની કરતુતો
અમદાવાદમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. ગઇ કાલે જ આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે તપાસમાં ખ્યાતિકાંડમાં વધુ એક બાદ એક ખુલાસા સામે આવ્યા છે. હોસ્પિટલની કરતુતો સામે આવી છે. જેમા દર્દીઓને ડરાવીને ઓપરેશન કરવામાં આવતા.
વધુમાં હોસ્પિટલના કર્મીઓ દ્વારા દર્દીઓને હાર્ટ એટેક આવશે તો 3 થી 4 લાખનો ખર્ચ આવશે તેમ કહી ડરાવવામાં આવતા હતા. હોસ્પિટલમાં ટેસ્ટ માટે દર્દીઓના લવાતા અને સ્ટેન્ટ મૂકી દેવાતામાં આવતા હતા. ચોંકાવનારી બાબત એ છે કે મોટા ભાગના દર્દીઓને જાણ જ નહતી કે તેમને સ્ટેન્ટ મૂકી દેવાયા છે.