सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવસારીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો

કચેરીની લોબીમાંથી રૂ.15000ની લાંચ લેતા રેડ કરી પકડી પાડ્યો

સુદર્શન ટીમ
  • Apr 21 2025 11:08AM
નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

આ કેસમાં એક માછીમારે ફરિયાદ નોંધાવી હતી. તેમની ટ્રોલર બોટના નવા એન્જિન માટે સબસિડી મેળવવા અને બોટની માલિકી બદલવા માટે અધિકારીએ લાંચની માગણી કરી હતી. અધિકારીએ સબસિડી માટે પહેલા 5 હજાર અને માલિકી બદલવા માટે 10 હજાર રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નવસારી ACBનો સંપર્ક કર્યો હતો. આ બાદ ACBએ છટકું ગોઠવી દીપક ચૌહાણને કચેરીની લોબીમાં રૂ.15000ની લાંચ લેતા પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार