ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ને પડતી હાલાકી ને લઈને શહેર કોંગ્રેસ સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો. ચિન્મય શાહને કરી રજૂઆત
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શહેરમાં આવેલ સર ટી હોસ્પીટલમાં આવતા દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને પ્રાથમિક જરૂરિયાતો બાબતે અભ્યાસ કરવા અને લોકોની ફરિયાદો સાંભળવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શહેરમાં આવેલ સર ટી હોસ્પીટલમાં આવતા દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને પ્રાથમિક જરૂરિયાતો બાબતે અભ્યાસ કરવા અને લોકોની ફરિયાદો સાંભળવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ તા. ૦૩/૧૦/૨૪ થી તા. ૦૩/૧૧/૨૪ એક મહિના માટે ચાલ્યો હતો, દરમ્યાન દર્દીઓ, દર્દીઓના સગાઓ તેમજ આમ પબ્લિક મારફતે અનેક જાતની ફરિયાદો મળેલ છે. જે નીચે પ્રમાણે છે.
પ્રાથમિક સુવિધાઓનો અભાવ- દર્દીઓ તથા દર્દીઓના સગાઓ માટે વોર્ડની બહારના ભાગમાં બેસવા માટે છાયાની સગવડ વાળી કોઈ વ્યવસ્થા નથી .વોર્ડમાથી દર્દીના સગાઓને બહાર કાઢે ત્યારે તેઓ કયા જઈને બેસે તે પ્રશ્ન રહે છે. પીવાના પાણીના સ્ટેન્ડની ટ્રોમા સેન્ટર સિવાય કોઈ વ્યવસ્થા નથી અને છે તો તેમાં પાણી આવતું નથી. રાત્રીના ભાગે કોઈ વોર્ડમાં પાણી હોતું નથી. સૌચાલયમાં પાણી આવતું નથી,આવા કામ માટે કાયમી માણસો રાખેલા છે છતાં અનેક જાતની અગવડતાઓ પડે છે. આંતરીક રોડ રસ્તા ખાડા ખબડા વાળા છે જેથી દર્દીને સ્ટ્રેચરમાં લાવવામાં આવે છે ત્યારે રોદા ખાતા ખાતા લઈ જવા પડે છે.
દર્દીને જયારે ખાનગી વાહનોમા લાવવામાં આવે છે ત્યારે વાહન પાર્ક કરવાની જોઈ જગ્યા નથી.અને વાહનને બહાર કાઢે છે.જૂના બિલ્ડિંગમાં રસોડા પાસે જાળીની કડ હોવાને કારણે સ્ટ્રેચર ચઢી શકતી નથી.
એકસરે રૂમની આગળ દર્દીઓને બેસવાની કોઈ વ્યવસ્થા નથી. ઑ.પી.ડી.માં આવતા દર્દીઓ માટે બેસવાની સુવિધાનો અભાવ,ઓવર ક્રાઉડ થાય છે.દર્દીઓ સેડની બહાર ઊભા રહે છે.સ્ટ્રેચરો અને વ્હીલચેરોની ખુબજ અછત હોય છે.
આઉટ ડોરમાં આવતા (OPD) દર્દીઓને ફરિયાદો.
પહેલા કેસ કઢાવવાની લાઇનમાં ઊભા રહેવું પડે છે.કેસ કઢાવ્યા પછી કયા ડોકટરને મળવા જવું તે માટે અલગથી લાઇનમાં ઊભા રહેવું પડે છે ..જેમ કે પેટના દર્દીને કયા કોકટર પાસે જવું ? આંખ માટે કયા ડોક્ટર પાસે જવું ? વિગેરે માટે ફરીને લાઇનમાં ઊભા રહેવું પડે છે. ઉપરાંત વિકલાંગ અને ગંભીર દર્દીઓ જે આઉટ ડોરમાં આવે છે તેને કેસ કઢાવી લીધા પછી ઓપીડી સુધી જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચરની વ્યવસ્થા હોતી નથી..દર્દીના સગાઓ ઉપાડીને લઈ જતાં હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
ડોગ-બાઇટ કેસમાં સરકાર તરફથી 300 રૂપિયા સહાય મળે છે.પરંતુ આ સહાય લેવા માટે પ્રૂફ રૂપે ઈંજેક્શન મારતો ફોટો,અને કેસપેપરનો ફોટો પડાવીને જે તે ખાતામાં રજૂ કરતાં આ સહાય મળે છે. કુતરા કરડવાના બનાવો વધારે સ્લમ અને પછાત વિસ્તારના હોય છે જે લોકો પાસે એંડરોઈડ ફોન હોતા નથી એટલે ફોટા પડી શકતા નથી
જનરલ ફરિયાદો- સિક્યોરિટી ઢીલી છે. વોર્ડમાથી દર્દીઓનો સામાન ચોરાય છે.સિકિયોરિટીને ફરિયાદ કરવામાં આવે છે પણ કોઈ સંતોષકારક જવાબો મળતા નથી. હોસ્પિટલ ખૂબ મોટી છે ..કયો ડીપારમેંટ ક્યાં છે તે સામાન્ય રીતે દર્દીઓને ખબર હોતી નથી એટલે ટલ્લે ચઢે છે.. આ માટે બધા વાચી શકે તેમ દિશા સૂચક બોર્ડ મૂકવા જરૂરી છે.
આવા અનેક જાતના પ્રશ્નો ઊભા થયેલા છે .અમારી આ આવેદન પત્રથી આપશ્રીને વિનંતિ છે કે આ આવેદનમાં દર્શાવેલ પ્રશ્નોનોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને દર્દીઓની હાલાકી બંધ કરવામાં આવે . આ બાબતે દિવસ 30 માં આવા ગંભીર પ્રકારના પ્રશ્નોનોનો ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે હોસ્પિટલ સામે ઉગ્ર આંદોલન છેડશે જે વિદિત થાય.
આશા રાખીએ છીયે કે આપશ્રી વહેલી તકે યોગ્ય કરશો .
પહેલા ડોક્ટરોજ ફોટા પાડીને ફોરવર્ડ કરી આપતા હતા એટલે સહાય મળી જતી હતી ..હવે મુશકેલી પડે છે.
દર્દીઓને જરૂરી દવા દવાખાનામાંથી મળતી નથી અને બહારથી વેચાતી લઈ લેવાનું કહેવામા આવે છે. ખાસ કરીને માનસિક રોગી માટેની દવાઓ દવાખાનામાં હોતી નથી ઉપરાંત આંખમાં દેવાન ઈંજેક્શન જે ખૂબ મોંઘા છે તે છેલ્લા બે વર્ષથી હોસ્પીટલમાં ઉપલબ્ધ નથી તેવું જાણવામાં આવ્યુ છે.ફેકચર વાળા કેસમાં ગરમ પાટા જે મોંઘા હોય છે તે પણ બહારથી વેચતા લાવવા પડે છે.
સી.ટી.સ્કેન, અને એમ.આર.આઈ. તપાસમાં બે થી ત્રણ કે ઘણી વખત ચાર ચાર દિવસ પછી વારો આવે છે.આવડી મોટી હોસ્પીટલમાં માત્ર એકજ મશીન હોય આવું બને છે. દર્દીની સંખ્યા જોતાં મશીનો વધારે મૂકવા પડે અને નિષ્ણાત સ્ટાફ પણ જરૂરી છે.
ડાયાલીસીસ ગંભીર બાબત છે. દર્દીને સમયસર ડાયાલીસીસ ના કરવામાં આવે તો બીજા અનેક જાતના પ્રશ્નો ઊભા થઈ શકે છે.ડાયાલીસીસમાં દર્દીઓને ધકા થાય છે.જલ્દીથી વારો આવતો नधी.
ટ્રોમા સેટરમાં ત્રણ ડોક્ટરોની બેન્ચ હોવી જરૂરી છે તેની જગ્યાએ માત્ર એક જ ડોકટર હોય છે.. દર્દીઓનો ઘસારો વાઘરે છે માટે અહિયા ડોક્ટરોની સંખ્યા વધારવી જરૂરી છે.
વિકલાંગ સર્ટિફિકેટ માટે ખુબજ અસંતોષ જોવા મળે છે. ઘણી વખત બધાજ જરૂરી પુરાવા અને આધાર હોવા છતા સર્ટિફિકેટ આપવામાં આનાકાની થાય છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प