નડિયાદ ના વચ્છેવાડમાં રહેતા એક દંપત્તિએ તિજોરીનું લોક તોડીને અંદરથી સોના-ચાંદીના ચાંદીના વગેરે મળીને કુલ ૯૦ હજાર રૂપિયાની મત્તાની ચોરી કરીને લઈ જતા આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
ફરિયાદી ભૃગીષાબેન અશોકભાઈ પટેલ નડીઆદ શહેરના વચ્છેવાડ રાણા ચોકમાં આવેલા ભીખાભાઈ પટેનલા મકાનના બીજા માળે પુત્ર સાથે ભાડેથી રહે છે. નીચેના માળે મનિષાબેન રમેશભાઈ રાણા પતિ રમેશભાઈ, માતા ભાવનાબેન રાણા સાથે રહે છે. ભૂગિયાબેનું ફ્રીજ તેમજ તિજોરી સીડી નાની હોવાને કારણે ઉપરના માળે લઈ જવાય તેમ ના હોય, મનિષાબેનની ઓસરીમાં મુક્યા હતા. તિજોરીના ડ્રોવરો લોક કરીને ચાવીઓ તિજોરીમાં મુકી હતી જ્યારે મુખ્ય દરવાજાની ચાવી તેમની પાસે રાખી હતી. ત્યારબાદ તારીખ ૨૩-૧-૨૫ના રોજ કઠલાલ ખાતે રહેતા માતાની તબિયત સારી ના હોય, તેણી ત્યાં ગઈ હતી.
આ દરમ્યાન પોતાનો સામાન લેવા પરત નડીઆદ આવતા મનિષાબેન અને તેમના પતિ ઘર ખાલી કરીને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી મનિષાબેનને ફોન કરતા તેઓ ચાવી આપીને જતા રહ્યા હતા. દરવાજો ખોલીને ઓસરીમાં જોતા જ તિજોરી ખુલ્લી હત અને અંદર મુકેલા સોના-ચાંદીના દાગીના આશરે ૯૦ હજારની કિંમતના ગાયબ હતા.જેથી મનિષાબેને પુછતાં તેણીએ હું કાઈ જાણતી નથી તેમ જણાવ્યું હતુ. પડોશમા પુછતા મનિષાબેને તિજોરી રિપેરીંગ કરવાવાળાને બોલાવ્યો હતો અને માણસ દરવાજો લઈ ગયો હોવાનું જણાવ્યું હતુ. જેથી આ દાગીના મનિષાબેન અને તેના પતિએ જ ચોર્યા હોવાનું માનીને નડીઆદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.