અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બનાવી તેનાં પર વડાપ્રધાન, મુખ્ય મંત્રી, સાસંદ, ધારાસભ્ય અને હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટનાં જજ અને ચીફ જજ વિશે અશ્લીલ ભાષા લખેલી પોષ્ટ અપલોડ કરવામાં આવી હતી.
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બનાવી તેનાં પર વડાપ્રધાન, મુખ્ય મંત્રી, સાસંદ, ધારાસભ્ય અને હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટનાં જજ અને ચીફ જજ વિશે અશ્લીલ ભાષા લખેલી પોષ્ટ અપલોડ કરવામાં આવી હતી તેમજ વર્ષ ૨૦૧૫થી આ ફેક ફેસબુક પેજ ચલાવવામાં આવતું હતું, અને ફેસબુક પર અવિચલદેવાચાર્ય મહારાજનાં ફોટા પણ મુકવામાં આવ્યા છે, પ્રથમ દર્શને આ પેજ અખિલ ભારતીય સંત સમિતીનું હોવાનું લાગતું હતું પરંતુ તેમાં અશ્લીલ અપશબ્દો તેમજ વાંધાજનક ટીપ્પણીઓ જોઈ લોકો ચોકીં ઉઠયા હતા અને ફેસબુક પર અખીલ ભારતીય સંત સમિતીનાં લેટરહેડનો ફોટો પણ મુકવામાં આવ્યો હતો. તેમજ મુસ્લિમ ધર્મ વિશે પણ વાંધાજનક ટીપ્પણીઓ આ ફેસબુક પેજ પર કરવામાં આવી હતી.
આ અંગે આચાર્ય અવિચલદેવાચાર્ય મહારાજનાં ધ્યાનમાં આવતા તેઓએ આ ફેસબુક પેજ પોતાનું નહી હોવાનું જણાવ્યુ હતું અને ફેસબુક પર ફેક પેજ બનાવનાર ઈસમ સમગ્ર સંત સમાજને બદનામ કરવા અને નફરત ફેલાવવા માટે આ ફેક પેજ બનાવ્યું હોવાનું જણાતા આ બનાવ અંગે સારસા સંત કેવલ. મંદીર ખાતે રહેતા મહેશભાઈ મિસ્ત્રીએ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ઘરી ચિત્રકૂટથી આરોપી. બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ ઉ.વ-૫૦ અલગ અલગ સ્થળે હાલ રહે. બંદર ચુહી આહ્વમ, જાનકી કુંડ ચિત્રકૂટ, સતના, મધ્યપ્રદેશ ની ઘરપકડ કરી આગળની તપાસ હાથ ઘરી છે. આ સમગ્ર કામગીરી સાયબર ક્રાઈમ પોલીસ. મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સી. પી. ચૌઘરી ના તપાસ હેઠળ કરવામાં આવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प