सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને ૧ વર્ષની કેદની સજા ફટકારતી ગળતેશ્વર કોર્ટ

ચેકની રકમ બે માસની અંદર ફરિયાદીને વળતર પેટે ચુકવી આપવી નહીં તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા

યેશા શાહ
  • Mar 24 2025 3:33PM
ગળતેશ્વરની કોર્ટે ૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ર માસની અંદર ચુકવી આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી પૃથ્વીસિહ છત્રસિહ રાઉલજી ઠાસરા ખાતે શેખ તૌફિકહુસેનના જમાઈ પઠાણ રીયાઝખાન શરીફખાન (રે. ગળતેશ્વર) તથા પરમાર ગીરીશકુમાર મણીલાલ ભેગા મળીને રીયાઝ બેન્ડના નામથી બેન્ડ ચલાવવાનો ધંધો કરે છે. ઓગષ્ટ-૨૦૧૭માં રીયાઝખાન તથા ગીરીશકુમાર ઊછીના તાણાં લઈ ગયા હતા અને તે સમયસર ચૂકવી આપ્યા હતા, અને ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૮મા ફરીથી નાણા ઉછીના લઈ ગયા હતા, અને પરત ન થતાં તારીખ ૨૫-૨-૨૦૧૯ના રોજ તારીખ ૩૧-૫-૨૦૧૯ના રોજ પરત આપી દેવાનો વાયદો કર્યો હતો અને ચેક આપ્યો હતો. ત્યારબાદ તોફિકહુસેન અને તેમના જમાઈ ૨૦૧૯માં નાણાં ચુકવી આપવાનો ભરોષો આપીને ચેક પરત લઈ ગયા, જુલાઈ-૨૦૧૯માં બેન્ડવાજાની સીઝન પુરી થયા બાદ આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા હોય તાત્કાલીક નાણાંની જરૂરત પડતા પૂથ્વીસિંહ પાસે આવીને બે લાખની માંગણી કરી હતી. જેથી એક મહિનાના વાયદે આ્પયા હતા. ઓગષ્ટ-૨૦૧૯મા ઉઘરાની આવતા તારીખ ૬-૯-૧૯ના રોજનો ચેક આપ્યો હતો. જે ચેક પરત કર્યો હતો. જેથી પૃથ્વીસિહે પોતાના વકીલ મારફતે કાનૂની કાર્યવાહી હાથ ધરીને સેવાલિયાની જ્યુડીસિયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કર્યો હતો. 

જેની સુનાવણી યોજાઈ જતાં બન્ને પક્ષોની વકિલોની દલિલો તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને જજ ડી. જી. વાધેલાએ આરોપી તોફિક્હૂસેન નજીર મોહંમદ શેખને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે સાથે ચેકની બે લાખની રકમ ફરિયાદીને બે માસની અંદર વળતર પેટે ચુકવી આપવાનો નહીં તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार