सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણ જિલ્લામાં વોટર શેડ યાત્રા રથ નું ભવ્ય આયોજન જળ સંચય માટે જનજાગૃતિ અભિયાન

પાટણ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના WDC 2.0 અંતર્ગત પાટણ જિલ્લામાં "વોટર શેડ યાત્રા રથ" નીકળી હતી, જેનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ ગાગલાસણ ગામ ખાતે યોજાયો હતો.

સુદર્શન ટીમ
  • Mar 20 2025 5:50PM
આ રથયાત્રાનું ઉદ્દેશ્ય જળ સંચય જલ સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના સદ્ઉપયોગ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનું હતું. ગાગલાસણ અને સહેસા ગામ ખાતે આ રથયાત્રા પહોંચતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ અને ગ્રામપંચાયતના પ્રતિનિધિઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી  સી.એલ. પટેલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડાયરેક્ટર  આર.પી. જોષી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ જળ સંચય અને જળસંચયનાં મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ભવિષ્યની પેઢીને પાણીની સમસ્યા ન ભોગવવી પડે એ માટે દરેક ગ્રામજનોનું હિતજાગૃતિ સાથે જલસંચયમાં સહયોગ આપવો ખૂબ જરૂરી છે.
કાર્યક્રમના ભાગરૂપે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં પણ જળ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે આ સ્પર્ધાઓ ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી બની.
આ રથયાત્રા દરમિયાન ગામમાં જલસંચયની ઉદાહરણરૂપ કામગીરી કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા ગામના અન્ય લોકો માટે પણ પ્રેરણા જગાવવામાં આવી હતી કે જલસંચય એ મહાન સેવા છે.
કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અધિકારીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. જલ હશે તો જીવન હશે એ સૂત્રને સાર્થક કરતાં સૌએ શ્રમદાન કરીને પર્યાવરણ રક્ષણની શપથ લીધી હતી.

 જનજાગૃતિના સંકલ્પ સાથે કરવામાં આવ્યું, જ્યાં  એક બુંદ બચાવ, ભવિષ્ય બચાવ  નો નારો ગામભરમાં ગૂંજતો જોવા મળ્યો હતો.

આ પ્રેરણાદાયી યાત્રા દ્વારા પાટણ જિલ્લાના ગ્રામજનોમાં જળ સંરક્ષણ પ્રત્યેનો સકારાત્મક બદલાવ લાવવાની આશા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार