ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો
જેમાં કુલ ૯૪ લાભાર્થીઓએ અંતરા ઈન્જેકશનની કુટુંબ કલ્યાણ સેવાનો લાભ લીધો
નડિયાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે તાલુકા નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને વસો માટે કોન્ટ્રાસેપ્ટીવ પદ્ધતિ અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૯૪ લાભાર્થીઓએ અંતરા ઈન્જેકશનની કુટુંબ કલ્યાણ સેવાનો લાભ લીધો હતો. નોંધનીય છે કે અંતરા ઈન્જેકશન પદ્ધતિમાં ત્રણ મહિનામાં એક જ વખત એક ઈન્જેકશન લેવાનું થાય છે. એમ એક વર્ષમાં ચાર જ અંતરા ઈન્જેકશન લઈને બે બાળકો વચ્ચે નો સમય ગાળો અટકાવી શકાય છે.
આ પદ્ધતિ અપનાવવાથી વધતી જતી વસ્તી પર રોક લગાવી શકાય છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શાલિનીબેન, તાલુકા આરોગ્ય અધિકારી અને નડિયાદ ડૉ. વિપુલ અમીન ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प