सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લુટેરી દુલ્હન સહીત ૩ ને ઝડપી પાડતી કપડવંજ રૂરલ પોલીસ

કપડવંજના પથોડાના યુવક સાથે લગ્નના નામે ઠગાઈ કરતી યુવતી સહિત ચાર પકડાયા

સુરેશ પારેખ
  • Apr 22 2025 11:58AM
લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી પૈસા પડાવતી લુટેરી દુલ્હન સહીત ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કપડવંજ રૂરલ પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.
 બનાવની વિગત જોઈએ તો કપડવંજના પથોડા ગામમાં રહેતા 35 વર્ષીય યુવક લગ્ન કરવા જતા છેતરપિંડી થઈ હતી.જેમાં અમદાવાદની યુવતી અને અન્ય ત્રણ શખ્સોએ પૈસા અને દાગીના પડાવી લગ્ન કરી પલાયન થઈ ગયા હતાં.ત્યારે યુવકે યુવતીને ફોન કરતા હું તમારા ઘરે આવવાની નથી અને તમારાથી થાય તે કરી લેજો કહેતા યુવક છેતરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી હતી.
કપડવંજના પથોડા ગામના બિહોલાવાસમાં અપરિણીત જીતુ ચૌહાણ (ઉ.35) યુવતીની શોધમાં હતા. આ દરમિયાન કપડવંજના કરસનજીના મુવાડામાં રહેતા નટુના સંપર્કમાં આવતા નટુએ કહ્યું હતું કે મારી સાસરીમાં મુકેશની ભત્રીજી છે, જો તારે લગ્ન કરવા હોય તો કહેતા યુવકે હા પાડતા નટુ ગાંધીનગર દહેગામ ખાતે આવેલી નહેરુ ચોકડી મીટીંગ યોજી હતી. જ્યાં મુકેશની ભત્રીજી રશ્મી ઉર્ફે આરતી અને તેનો ભાઈ રવિ હાજર હતાં. ત્યાં બંને એકબીજાને પસંદ કરતા મુકેશ અને રવિએ લગ્ન કરાવી આપવાના બદલામાં રૂ 90 હજારમાં ડીલ નક્કી કરી હતી. આ બાદ યુવકના પિતાએ રૂ. 55 હજાર રોકડા આપ્યા હતાં અને બાકીના લગ્ન સમયે આપવાનો વાયદો કર્યો હતો. જે બાદ તા.1 એપ્રિલના રોજ કપડવંજના ઘડિયા ગામમાં આવેલા વહાણવટી માતાજીના મંદિરે પરિવારજનોની હાજરીમાં ફુલહાર વિધી કરી હતી. તે સમયે બાકી રહેલા રૂ. 35 હજાર મૂકેશને આપતા તેમાંથી રૂ 5 હજાર નટુને આપ્યા હતાં. 
આ પ્રસંગે યુવકના પરિવારે સોના અને ચાંદીના દાગીના રૂ. 17 હજાર આપ્યા હતાં. તેના બીજા દિવસે યુવકને ફોન કરી કહ્યું હતું કે રશ્મી ઉર્ફે આરતીની મુકી જાવ અને બે દિવસ પછી તેડી જજો, જેથી યુવક પત્ની રશ્મી ઉર્ફે આરતીને મુકવા ગયા હતાં. તેના બે દિવસ બાદ ફોન કરતા મુકેશે કહ્યું હતું કે તે બીમાર છે. આ બાદ ફરી યુવકે રશ્મી ઉર્ફે આરતીને ફોન કરતા ઉપાડ્યો નહોતો. તેના પાંચ દિવસ બાદ તેડવા જતા મુકેશ કે રશ્મિ હાજર ન હતાં, જેથી તપાસ કરતા આ બંને લોકો બીજી જગ્યાએ રહેતા હોવાની તેમજ કાકા-ભત્રીજી ન હતાં. આ બંને ફક્ત લોકોને લગ્નની લાલચ આપતા હતા. આ બાદ તા.18 એપ્રિલના રોજ યુવકે રશ્મી ઉર્ફે આરતીને ફોન કરતા તેમણે કહ્યું હતું કે હું તમારા ઘરે આવવાની નથી, તારાથી થાય તે કરી લેજો,આથી યુવકને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડયું હતું.
આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ચૌધરી, પો.સ.ઈ. પી.જે.રાવલે પોલીસ સ્ટાફના માણસોને સદર ગુનાના આરોપીઓની ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ આધારે સઘન તપાસ કરવા માર્ગદર્શન આપેલ હોય સદર ગુનાના આરોપીઓની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી ગુનો ઉકેલ્યો હતો.
આ ટોળકીના (૧) મુકેશભાઇ ભીખાભાઇ વસરામભાઇ ચૌહાણ રહે. જુનવાડા આંબલીયારા તા.બાયડ જી.અરવલ્લી
(૨) નટુભાઇ બાબરભાઈ પરમાર રહે કસરજીનામુવાડા તાબે લાલાતેલી તા.કપડવંજ જિ.ખેડા-નડીયાદ
(૩) રશ્મીબેન ઉર્ફે આરતી મુકતીરામભાઇ સાધુ રહે.મુળ થુલેટા તા.વિરમગામ જી. અમદાવાદ હાલ રહે. સેકટર-૨૧, ઇન્ડીયન પેટ્રોલ પંપની પાછળ ગાંધીનગર તા.જી. ગાંધીનગર
(૪) રવિભાઇ મધરૂપભાઈ વાંસફોડા રહે.મુળ પેથાપુર પોલીસ સ્ટેશના પાછળ હાલ રહે. સેકટર-૨૧, ઇન્ડીયન પ્રેટ્રોલ પંપની પાછળ ગાંધીનગરની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार