सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નરેન્દ્ર મોદી પ્રેરિત ‘પરીક્ષા પે ચર્ચા - ૨૦૨૫'ના પ્રી એક્ટીવીટી ગૃપ ડિસ્કશન સેશનમાં નડિયાદની નામાંકિત મધર કેર સ્કુલના વિદ્યાર્થીની પસંદગી

સ્કુલ મેનેજમેન્ટ જીલ્લા શિક્ષણ વિભાગ તથા તે વિદ્યાર્થીના વાલીનો આભાર માન્યો હતો

યેશા શાહ
  • Jan 16 2025 7:02PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા' નો પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫' આગામી બોર્ડની પરીક્ષા પહેલા યોજાશે. આ કાર્યક્રમના પ્રી એક્ટીવીટી રૂપે સ્ટુડીયો ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાતના ત્રણ જુદાં જુદાં શહેરોના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદની નામાંકિત સંસ્થા મધર કેર સ્કૂલના ધોરણ-૯ (સી.બી.એસ.ઈ.) ના વિદ્યાર્થી શ્રેયાંશ વર્માની પસંદગી થઈ હતી અને દિલ્લી ખાતે ભાગ લેવા ગયેલ. તે મધર કેર સ્કૂલ માટે ગૌરવની બાબત છે.

ગુજરાતમાંથી જે વિદ્યાર્થીઓની પેનલ હતી. જેમાં આઇ.પી.એસ ઓફિસરે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી હતી. અને મેરી કોમ જેવા ઓલમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીરો સાથે મુલાકાત કરી હતી. બીજે દિવસે દિલ્હીની મુલાકાત કરાવી તેમાં રાજપથ માર્ગ, ભવનની મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓને સરસ બેગ અને અન્ય યાદગીરી રૂપે કેન્દ્ર સરકાર તરફથી ભેટ આપવામાં આવી હતી. તથા નરેન્દ્ર મોદી હસ્તલિખિત 'એકઝામ વોરિયર' નામની પુસ્તક પણ ભેટ આપવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટ જીલ્લા શિક્ષણ વિભાગ તથા તે વિદ્યાર્થીના વાલીનો આભાર માન્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार