મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી સમયે દુર્ધટના સર્જાઇ હતી. ઈ ધટનામાં ત્રમ શ્રમિકના મૃત્યું થયા હતા. જ્યારે એક શ્રમિક ઘાયલ થયો હતો. આ સમયે સ્ટ્રકચર ધરાશાયી થતા ચાર શ્રમિકો દટાયા હતા. જેથી ક્રેઈન અને ખોદકામ મશીનોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણના મોત થયા હતા. જ્યારે એક કામદાર સારવાર હેઠળ છે. અંદાજીત ચાર કલાક સુધી રેસ્કયૂ ઓપરેશનની કામગીરી ચાલી હતી. જે બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ તો હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા હતા. દુર્ઘટના પાછળ ટેકનિકલ કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને મૃતકોને 20 - 20 લાખના વળતરની જાહેરાત કરી છે.
આ દુર્ઘટના મહી નદી પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે (5 નવેમ્બર) સાંજે ત્રણ મજૂરો મહી નદી પર કોંક્રિટ બ્લોક્સ વચ્ચે ફસાયા હતા. એક મજૂરને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મુંબઈ-અમદાવાદની મુસાફરી ત્રણ કલાકમાં પૂરી થશે
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ત્રણ કલાકમાં કાપવામાં આવશે. હાલમાં આ પ્રવાસ છથી આઠ કલાકનો સમય લે છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરનો પુલ 29 ઓક્ટોબર 2024ના રોજ પૂર્ણ થયો છે.