ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં દ્વિશતાબ્દિ મહોત્સવનો આજે ગુરુવારથી પ્રારંભ
આ પ્રારંભ કાર્યક્રમમા 10 બગી, 4 ગજરાજ, 30 ઘોડા અને મીલેટરી તોપ આકર્ષણનું કેન્દ્ર
વડતાલધામની ગલીઓ હરિભક્તો અને મુલાકાતીઓથી ભરચક છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ખાતે આજ તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થવા જઇ રહી રહ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રજથી અંકિત થયેલી દિવ્યભૂમિ વડતાલમાં તારીખ 7થી તારીખ 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજ્જારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.
વડતાલધામમાં દ્વિશતાબ્દિ મહોત્સવનો આજે ગુરુવારથી પ્રારંભ થશે, 15 નવેમ્બર સુધી યોજાનાર આ મહોત્સવમાં 25 લાખથી પણ વધુ લોકો ઉમટી પડશે. જેને લઇને વડતાલ મંદિર દ્વારા તડામાર તૈયારીઓ અને સૂચારૂ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની પૂર્વે 3 લાખથી વધુ લોકો પ્રદર્શનીની મુલાકાત લઇ ચૂક્યા છે. આ ઉપરાંત મહોત્સવમાં સહભાગી થવા માટે પૂર્વ સંધ્યાએ 1 લાખથી વધુ લોકો વડતાલધામ પહોંચી ગયા છે. એનઆરઆઇ હરિભક્તો મહોતસવમાં ભાગ લેવાની સાથે સાથે સેવામાં પણ જોડાયા છે. વડતાલધામમાં મહોત્સવના પ્રારંભની પૂર્વ સંધ્યાનો માહોલ અલૌકીક બન્યો છે.
વડતાલધામની ગલીઓ હરિભક્તો અને મુલાકાતીઓથી ભરચક છે. મંદિરમાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડની સાથે સાથે અનન્ય મહોત્સવના સાક્ષી બનવા માટે વડતાલ પહોંચેલા હરિભક્તોની પણ અવરજવર જોવા મળી રહી છે. વડતાલમાં ઉતારા ફુલ છે. અનેક હરિભક્તો મહોત્સવમાં સહભાગી થવા આવ્યા છે પરંતુ વડતાલધામમાં ઉતારો ન મળતાં પોતાના સ્વજનોને ત્યાં ઉતારો લીધો છે. વડતાલમાં પ્રવેશતાની સાથે જ મહોત્સવની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ થાય છે. જ્યાં મહોત્સવ યોજાવનો છે તે સ્થળ મંદિરથી થોડું દૂર છે અને તે તરફ સતત લોકોનો ધસારો જોવા મળે છે. મુખ્યદ્વારથી પ્રવેશ્યા બાદ સાંસ્કૃતિક પ્રદર્શન લોકાર્ષણનું કેન્દ્ર બન્યું છે. લાઇટીંગ અને ખાસ ઇફેક્ટ સાથેના શો લોકોને અભિભૂત કરે છે. મહોત્સવને લઇને કરવામાં આવેલી વ્યવસ્થામાં કોઇ હરિભક્ત ભૂલા ન પડે તે માટે 300 સ્થળે નકશા મૂકવામાં આવ્યા છે,13,500 સ્વયંસેવકો દ્વારા સતત મુલાકાતીઓને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી રહી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प