सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જાહેરાત - ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતી પર આવી મોટી અપડેટ, ભરાશે આટલી જગ્યા, જાણો એપ્લાયની અને ફી ભરવાની અંતિમ તારીખ

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં થશે ભરતી

Jashu Bhai Solanki
  • Sep 25 2024 10:07AM

ગુજરાત રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 1608 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં બિન સરાકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકન 2484 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલ 1608 જેટલી અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TATTHS)-૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)- ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમેર અરજી કરવાની છેલ્લી તારીખે ૩૯ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહિ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત

નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. ૧૦/૧૦/ ૨૦૨૪થી તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ ૧૧.૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.

પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિ રહેશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार