सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ફ્રોડ ની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચા એ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને અરજી આપી

આજના જમાનામાં લોકો પૈસાવાળા થવા માટે શોર્ટક્ટ શોધતા હોય છે , આવા જ એક શોર્ટકટ ની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચાએ ભાવનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલ ને અરજી આપી ધ્યાન દોર્યું હતુ.

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 25 2024 10:41AM

ભાવેણા ફાઉનડેશન નામની ઓફિસ શહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને ૩૦૦ રૂપિયા  ફોર્મ ફી અને અન્ય ફી તરીકે લેવામાં આવે છે  અને એક વર્ષ પછી પૈસા પાછા આવશે તેવી લાલચ આપવામાં આવી રહી છે આની જાણકરી સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચાને થતાં ત્યાં પોહચ્યાં હતા અને ભાવેણા ફાઉનડેશનના કર્મચારીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહી , જેથી દાળ માં કાળુ હોય તેવું લાગતા કાળુભાઈએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને મળી અરજી આપી હતી અને કહ્યું કે એક વર્ષ પેહલા જો આ ફાઉનડેશન ઉઠી જાય તો ગરીબ માણસો ના પૈસા કોણ પાછા આપશે ? અત્યાર સુધીમાં ૪૫૦૦ જેટલા ફોર્મ ભરાય ચૂક્યા છે અને ભાવેણા ફાઉનડેશન નો ટાર્ગેટ ૨૫૦૦૦ જેટલા ફોર્મ ભરવાનો છે . જો આ ફાઉન્ડેશન બંધ થઈ જાય તો કરોડો રૂપિયા નો ચૂનો લાગશે .

આગામી દિવસોમાં જોવાનું રહ્યુ કે પોલીસ શું એક્શન લેશે.

બાઈટ : કાળુભાઈ જાંબૂચા રાષ્ટ્રીય મહામંત્રી ,સંયુક્ત માનવ અધિકાર 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી 
ભાવનગર

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार