सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સાબરકાંઠાના હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર ટકરાતા 7ના મોત

ઘટનાની જાણ થતા પાલીસ કાફલો ઘટના સ્થળે,

Jashu Bhai Solanki
  • Sep 25 2024 10:36AM

ગુજરાતના હિંમતનગરમાં  બુધવારે એટલે કે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. શામળાજીથી અમદાવાદ કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. કાર ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા છે, જ્યારે અંદર બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તેમજ એક વ્યક્તિ પુરી રીતે ઘાયલ થયો હતો.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કાર ચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર કારમાં કુલ 8 લોકો હતા અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. અનુમાન છે કે અકસ્માત સમયે ઝડપ 120 કિમી પ્રતિ કલાકથી વધુ હશે.

અકસ્માત સર્જાતા 108 તંત્ર દોડતું થયુ હતુ. જેમાં પોલીસ વિભાગ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. જે બાદ કારમાંથી લાશ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં ગાડીની એટલી ભયંકર હાલત સર્જાઇ હતી કે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા.

વાહનને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા

 
કારણ કે કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. આથી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી કાર કાપી લાશને બહાર કાઢી હતી. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ હતી. વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલ અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મૃતદેહો આવ્યા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार