सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સંપુર્ણ ભરાયો

સીએમ ભુપેન્દ્ર પટેલે અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કર્યા

Jashu Bhai Solanki
  • Oct 1 2024 2:18PM

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરેવર ડેમ સિઝનમાં પહેલી વાર છલકાયો હતો. આજે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતા અમૃત મુહૂર્તમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેવડિયા ખાતે 12.39 મિનીટે નર્મદા નીરના વધામણા કર્યા હતા. બ્રાંહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચાર કરી નર્મદા નીરને ચૂદડી, શ્રી ફળ, કંકુ ચોખા અર્પણ કરી નર્મદા મૈયાની પૂજા આરતી કરી હતી. 

નર્મદા ડેમ સંપુર્ણ ભરાયો 
સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે. હાલ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. 


CM ભૂપેન્દ્ર પટેલે અમૃત મુહૂર્તમાં નર્મદા નીરનાં વધામણાં કર્યાં

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા હેલિપેડ ખાતે પહોંચ્યા છે. હવે ત્યાંથી નર્મદા ડેમ પર પહોંચીને 12.39 વાગે અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરશે. નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા અને નર્મદા માતાની આરતી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને (10/08/2024થી 27/09/2024) સુધીમાં કુલ 77 લાખ 39 હજાર 786 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું

ગુજરાતવાસીઓને કેટલો લાભ થશે. 
અંદાજીત 9000 ગામમાં એક વર્ષ સુધી પીવાનું પાણી.
169 શહેરોને એક વર્ષ સુધી પીવાનું પાણી
07 મહાનગરને એક વર્ષ સુધી મીઠુ પાણી 
5 કરોડથી વધુ લોકોને બે ટાઇમ પાણી 
રાજ્યની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઇનું પાણી 

સરદાર સરોવરમાં 5.76 લાખ કરોડ લિટર પાણીનો સંગ્રહ
નર્મદા ડેમમાં 121.92 મીટરની સપાટી પછી 30 દરવાજા લગાવવામાં આવ્યા છે. જેમાં 23 દરવાજા સપાટીને મેન્ટન કરવા જ્યારે 7 દરવાજા ઇમર્જન્સી રખાયા છે. દરવાજાઓ સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. ત્યારે ડેમમાં 4.73 મિલિયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લિટર પાણીનો ડેમમાં સંગ્રહ થશે. આ પાણી રાજ્યમાં એક વર્ષ માટે પીવાના તથા સિંચાઈના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકશે. 

કાંઠાના ગામોને નદી કિનારે ન જવા સુચના

નર્મદા ડેમમાંથી છોડવામાં આવતું પાણી આવતું હોઇ નદીકાંઠાના વિસ્તારમાં આવેલા લોકોને નદીકિનારે ન જાય તેવી સુચના આપવામાં આવી છે, વધુમાં કોઇ દુર્ધટના ધટે તો જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા પણ જણાવ્યું છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार