सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૫૫ જેટલી આશા કાર્યકર બહેનોને ગર્ભાશયના મુખના કેન્સર માટેની ટ્રેનિંગ આપી

ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા ખેડા જિલ્લાને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે

યેશા શાહ
  • Nov 28 2024 12:32PM
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ  અને કેપેડ ટીમ, ઈન્ડિયા  દ્રારા  ખેડા જિલ્લાના  કઠલાલ અને મહુધા  તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની  ૨૫૫ જેટલી આશા કાર્યકર બહેનોને  ગર્ભાશયના મુખના  કેન્સર માટે ની ટ્રેનિંગ આપી.

ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. ભારત માં ગર્ભાશય ના મુખ કેન્સર ના કારણે દર આઠ મિનિટે એક મહિલા નું મૃત્યુ થાય છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા  ખેડા જિલ્લાને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની  ૨૫૫  જેટલી  આશા વર્કર બહેનોને  તાલીમ આપવામાં  આવી હતી. આ કાર્યક્રમ હેઠળ ટ્રેસ્ના ટીમ ના રોહિણી ચંદ્રા મેડમ  દ્રારા ગર્ભાશય ના મુખ ના કેન્સર વિશેની માહિતી, લક્ષણો તથા તેના નિવારણ ના પગલાં અંગે ની માહિતી આપી હતી.

આરોગ્ય શિક્ષણ, પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ અને સમુદાયમાં જાગૃતિ થવાથી, મહિલાઓ  વધુ સક્રિય રીતે પોતાના આરોગ્યને સંભાળવા, યોગ્ય સારવાર મેળવવા અને ગર્ભાશયના મુખ ના  કેન્સર સામે લડવા માટે સક્ષમ બની શકે તે માટે અમો આશા કાર્યકરો ને તાલીમ આપી ને આગળ જતાં ગામ ની મહિલાઓ માટે નિરીક્ષણ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. જેનાથી આપણે એક સારું, આરોગ્યયુક્ત સમાજ બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ અભિયાન કરવામાં જિલ્લા આરોગ્ય વિભાગ નો ખૂબ સારો સહકાર મળ્યો છે. CDHO ડો. ધ્રુવે સર, THO ડો.વિપુલ અમીન સર , કઠલાલ અને મહુધા  તાલુકા  ની  ૧૦  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ મેડિકલ ઓફીસર અમારા આ કાર્યક્રમ માં આવી ને વધારે સફળ બનાવ્યો હતો . આ બધા ના સાથ અને સહકાર થી ટ્રેસ્ના ફાઉન્ડેશન આ અભિયાન ને વધુ સારી રીતે કરી શકશે. તેનાં માટે અમો તેમનો ખૂબ દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार