આણંદ બસ સ્ટેન્ડ અને ટૂંકી ગલીના દબાણો બીજા દિવસે પાલિકાતંત્ર દ્વારા દૂર કરાયા
આણંદ નગરપાલિકા ટીમે આણંદ જુના બસ સ્ટેન્ડ નજીકના રણછોડરાય માર્કેટ અને ટૂંકી ગલીના દબાણકર્તાઓ સતત બીજા દિવસે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત લઈ સમગ્ર વિસ્તારની ખબર લીધી હતી.
આણંદ નગરપાલિકા ટીમે આણંદ જુના બસ સ્ટેન્ડ નજીકના રણછોડરાય માર્કેટ અને ટૂંકી ગલીના દબાણકર્તાઓ સતત બીજા દિવસે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત લઈ સમગ્ર વિસ્તારની ખબર લીધી હતી.તેમજ દૂર કરેલા દબાણો અંગે નિરીક્ષણ કરી જેતે સ્થળ પરના બહાર ઉભા કરાયેલા શેડ, સ્ટેન્ડ અને પાકા ઓટલા - પગથિયાં જે.સી.બી મશીન દ્વારા તોડી પાડયા હતા.જેને પગલે સમગ્ર વિસ્તારમાં કામગીરી દરમ્યાન બજારમાં કુતૂહલવશ નાશ ભાગ સર્જાઈ હતી. બુધવારે દબાણોનો રાફડો હટાવતા કેટલાક લારી, પાથરણાનો સામાન પણ કબજે લઈ લેવાયો હતો.ત્યારે આજે ગુસ્વારે બપોરે દબાણ હટાવ અભિયાન હેઠળ સંપૂર્ણપણે દબાણોનો સફાયો કરી દેવાની નેમ સાથે પાલિકા ટીમે ચીફ ઓફિસર એસ.કે.ગરવાલની હાજરીમાં ટૂંકી ગલી પ્રવેશથી બહાર સુધીના ૧૦ વધુ કાચા પાકા દબાણ કરેલા ઓટલા તોડી પાડયા હતા.
ટૂંકી ગલીના દબાણો બાદ બપોરના સુમારે આણંદ પાલિકા દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા ચીફ ઓફિસરે બસ સ્ટેન્ડ નજીકના રાજા રણછોડ માર્કેટ ની ખુલ્લી જગ્યાએ ઘોસ બોલાવી હતી. ત્યારે કેટલાક લારી ગલ્લા અને પાથરણા ચલાવતા લોકોએ પોતાના સર સમાન સાથે લારી ગલ્લા ખુલ્લી જગ્યાએ મૂક્યા હતા. ત્યાંથી દબાણ ટીમે ૨૫ જેટલી લારીઓ સાગમટે દબાણ રૂપે મુકેલ હોઈ સર સમાન સાથે ભરી લીધી હતી.
સાથેજ દબાણ ટીમે કેટલાક નડતર રૂપ આડાસ,શેડ અને ટેબલ ટુલ્સ પણ કબજે લઈ ભરી લેતા દુકાનદારો સાથે સામાન્ય બોલાચાલી પણ વધી હતી.આમ કોઈજ શહે શરમ વિના પુનઃ પાલિકાએ આકરું વલણ અપનાવી કાર્યવાહી કરી હતી.જેને લઈ સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળ્યો હતો.વધુમાં આ અંગે પાલિકા ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે આગામી દિવસોમાં ખાસ નિરીક્ષણ કરી નડતરરૂપ દબાણો દૂર કરી દેવાશે. આજે દિવસ દરમ્યાન ૧૦ વધુ કાચા પાકા ઓટલા તોડી પાડયા હોવાનું તેમજ ૨૫ જેટલી લારીઓ કબજે લેવાઈ છે.વધુમાં અભિયાન શહેર ના અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આમ આણંદ શહેરમાં ગેરકાયદે ખડકાયેલા દબાણોને લઈ કામગીરી તેજ ગતિએ કરવામાં આવનાર હોવાનું ઉમેર્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प