બરેલી પાસે ભાવનગર ની યાત્રાની બસ ને નડેલ અકસ્માતના ૩૨ યાત્રાળુઓ મોડી રાત્રે પરત ફર્યા
શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .
અકસ્માતની ઘટના બાદ બે લોકોના મૃત્યુ થયા હતા પરંતુ જે લોકો સહી સલામત હતા તેમને ભાવનગર પરત લાવવાની વ્યવસ્થા એક મોટો પ્રશ્ન હતો કારણ કે સંચાલકે કોઈ પણ જાતના જવાબદારી થી હાથ ખંખેરીયા હતા
બરેલીના આર.ટી.ઓ અને પોલીસની મદદથી મુસાફરોને ૨૮૦ કિમિ દુર હરિદ્વાર ખાતે ખસેડવામાં આવેલ. બસના જ એક યાત્રી એવા કિશોરસિંહ ચુડાસમાએ ભાવનગરના લાકડાના વેપારી હસમુખભાઈ પટેલને ફોન કરેલ અને હસમુખભાઈએ હરિદ્વાર ખાતે ઉમિયા ધામ આશ્રમ ખાતે યાત્રિકોને રહેવા જમવાની વ્યવસ્થા કરાવી આપી હતી.
અકસ્માત ગ્રસ્ત બસના યાત્રિકોમાંથી કિશોરસિંહ ચુડાસમા અને ગોકુળભાઈ ભરવાડે જરૂરતમંદ યાત્રીઓને નાણાકીય મદદ પણ કરી હતી. ૩૨ જેટલા યાત્રીકોને પરત લાવવા માટે થઈને કિશોરસિંહના દીકરાએ અમદાવાદના રવીના ટ્રાવેલ્સના માલીક વિપુલભાઈ જૈનનો ફોન પર સંપર્ક કરીને હરિદ્વારથી અમદાવાદ સુધીની એ.સી. સ્લીપર બસ બંધાવી ને યાત્રિકો ને અમદાવાદ સુધી લાવેલ હતા એટલુંજ નહીં પણ અમદાવાદથી ભાવનગર સુધીની શિવશક્તિની ટ્રાવેલ્સ ના માલિકનો કોન્ટેક કરી ને બસ બંધાવી આપી હતી અને રાત્રી ૨ કલાકે ભાવનગર પરત ફર્યા હતા .
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प