सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડૂતોને આર્થિક મજબૂતી પ્રદાન કરવા માટે પ્રાકૃતિક ખેતી મજબૂત વિકલ્પ

પ્રાકૃતિક ખેતી થકી ખેતરથી ભોજનની થાળી સુધી પિરસાશે પૌષ્ટિક આહાર

શૈશવ રાવ નર્મદા
  • Oct 25 2024 3:04PM
ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી અતિ મહત્વપૂર્ણ - ખેડૂત શ્રી મહેશભાઈ તડવી

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કરતા શ્રી તડવીની આવકમાં વધારો આલેખન – રોશન જી. સાવંત 

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામલક્ષી બનાવવા માટે એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ બંધ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કરી રહ્યા છે.

દેડિયાપાડાના ડુમખલ ગામના ખેડૂત શ્રી મહેશભાઈ કાનજીભાઈ તડવીએ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કર્યું છે. પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબરના ઉપયોગ, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદાન સહિતના પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભના સમન્વય થકી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીને સારા પરિણામો મેળવી રહ્યાં છે. તેઓ પોતાના ખેતરમાં ડાંગર, જુવાર, મકાઈ તેમજ વાલપાપડી સહિતની અન્ય શાકભાજીઓનો પાક લીધો છે.

દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત, ઘન જીવામૃતના ઉપયોગ થકી ખેડૂતના જમીનની ફળદ્રુપતા વધી છે, તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશબંધ કરતા ખર્ચ ઘટ્યો છે. જમીનની ફળદ્રુપતા, પોષકતત્વોની ઉપલબ્ધી વધવાની સાથે ઉત્પાદન અને વેચાણમાં પણ વધારો નોંધાયો છે. સંપૂર્ણ ગુણવત્તાલક્ષી અને પોષણક્ષમ ઉત્પાદનના કારણે શ્રી તડવી સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે.

ઉલ્લેખનીય છે કે, આત્મા પ્રોજેક્ટના માધ્યમથી ખેડૂતોને કૃષિ વિષયક તાલીમ, નિદર્શન, કૃષિ મેળાનું આયોજન, ખેડૂત ગોષ્ઠિ સહિત ખેડૂતોની જરૂરિયાતો મુજબ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. “પ્રાકૃતિક ખેતી માટેના પાંચ આધારસ્તંભ જેવા કે, જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જૈવ વિવિધતાનો સમાવેશ થાય છે. આ બનાવવા અને તેના છંટકાવ અંગેની પણ નર્મદા જિલ્લાના ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. 

વધુમાં ખેડૂતોને જુદા જુદા વિષયોની તાલીમ, નવી ટેક્નોલોજીનું જ્ઞાન સહિત પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ તથા તેમની સમસ્યાઓના સમાધાન માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તથા આત્મા યોજના અંતર્ગત ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી ઉત્પાદન વધારવા અંગે તાલીમ આપવામાં આવે છે. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार