सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નેહલબેનના હાથથી તૈયાર થયેલા ચટાકેદાર અથાણા-પાપડનો સ્વાદ વિદેશો સુધી પહોંચ્યો

મર્યાદિત બજેટથી શરૂ કર્યો આચાર-પાપડનો વ્યવસાય : સરકારે આપ્યો ૧.૫૦ લાખનો આર્થિક ટેકો

શૈશવ રાવ નર્મદા
  • Nov 21 2024 6:05PM
મહિને ૩૦ હજારની કમાણી કરતા શ્રીમતી નેહલબેનની ગૃહિણીથી ઉદ્યમી સુધીની પ્રેરણાદાયી સફર

રાજપીપલાના વ્યવસાયકર નેહલબેન ગ્રાહકોમાં સિરિયલના ફેમસ પાત્ર 'માધવી ભાભી' ના નામથી મશહૂર

સાફલ્ય ગાથા – રોશન સાવંત (માહિતી મદદનીશ)

લગ્ન કરીને આવેલી વહુ ઝડપથી સાસરિયામાં એડજસ્ટ થઈ જાય, વહુને પણ પોતાની સાસુ સાથેનો સંગ ગમવા લાગે તો એનાથી વિશેષ શું હોઈ શકે ! નવા ઘરમાં પરણીને આવેલી રાજપીપલાની શ્રીમતી નેહલબેન માછી આજે પોતાના સાસુ તેમજ પરિવારના સહયોગથી અચાર-પાપડનો વ્યવસાય કરી રહ્યા છે. 

તેમના આ ગૃહ વ્યવસાયની શરૂઆત ખુબ રસપ્રદ છે. સાસુમાં ચંપાબેન માછીને પોતાના વહુનાં હાથનું ભોજન અને તેની સાથે અથાણા-પાપડ પણ બહું ભાવ્યા. સંયુક્ત કુટુંબમાં રહેતા શ્રીમતી માછીને સાસુમાં અને પરિવારજનો તરફથી આચાર-પાપડનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરાયા....

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના “માધવી ભાભી” ની જેમ રાજપીપલાના સ્વાદ રસિયાઓ માટે “માધવી ભાભી” તરીકે લોકપ્રિય થઈ રહેલા, શ્રીમતી નેહલબેન માછી જણાવે છે કે, શરૂઆતમાં આડોશી-પાડોશી અને સગાં-વહાલાંને મારા હાથનાં બનેલા અચાર-પાપડ ખુબ ગમ્યા, મારા મિત્રવર્તુળ તરફથી પણ મને પ્રોત્સાહન મળ્યું અને મેં તેનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. ખૂબ ઓછા બજેટથી આ વ્યવસાય શરૂ કર્યા બાદ ધીમે ધીમે ગ્રાહકોને અમારા અથાણા-પાપડ ગમવા લાગ્યા અને ગ્રાહકો વધવા લાગ્યાં..

જાણીને નવાઈ લાગશે કે, નાની શરૂઆતથી જ સફળતાના તમામ દ્વાર ખુલે છે. શ્રી માછીના અચાર-પાપડ માત્ર રાજપીપલા પુરતા જ નહી, નર્મદા, વડોદરા, ભરૂચ સહિત યુકે, અમેરિકા, કેનેડો જેવા દેશો સુધી પહોંચ્યા છે. તેઓ આખા વર્ષ દરમિયાન સિઝનલ વ્યવસાય કરે છે, જેમાં અથાણું, મુરબ્બો, લસન, જીરા, મરીવાળા પાપડ, સેવ ગાંઠીયા, બટાકાની વેફર, ચોરાફરી સહિતની અનેક વસ્તુઓ બનાવે છે. પરંતુ અચાર-પાપડની માંગ સૌથી વધુ છે. 

સિરિયલના પાત્રમાં અચાર-પાપડનો વ્યવસાય કરતી “માધવી ભાભી” ની આવક નો ખ્યાલ નથી, પરંતુ રાજપીપલાની નેહલબેન માછી અચાર-પાપડના વ્યવસાયમાંથી માસિક રૂ. ૨૫-૩૦ હજારની કમાણી કરે છે. વધુમાં તેઓ તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી હાથથી જ બનાવે છે અને હાઈજીનનું પણ તેટલું જ ખ્યાલ રાખે છે. આ વ્યવસાયમાં તેમના પરિવારજનો પણ ખુબ સહયોગ કરે છે.

શ્રીમતી નેહલબેન માછીએ ઇન્ટરનેટના માધ્યમથી મહિલાલક્ષી યોજનાની માહિતી મેળવી હતી. ત્યાર બાદ તેઓએ નર્મદા જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની મુલાકાત લીધી હતી. જ્યાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જે. બી. પરમારના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (ડી.એચ.ઈ.ડબલ્યુ.) સંકલ્પ ટીમે શ્રીમતી નેહલબેન માછીને મહિલાલક્ષી યોજના વિશે સમજણ પુરી પાડી હતી. આ યોજના થકી શ્રીમતી માછીને રૂ. ૧.૫૦ લાખની આર્થિક સહાય (લોન મંજૂર થઈ હતી) તેમાં તેઓને ૪૫ હજારની સબસિડિ મળી હતી.

તેઓ સરકાર શ્રી અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, સરકારે મહિલાઓને સશક્ત કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ લઈને આજે હું મારા વ્યવસાયને આગળ ધપાવી રહી છું, તેમજ સમાજની પ્રત્યેક મહિલાઓ પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પગભર બની શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય ખોરાકમાં અથાણું, ચટણી અને પાપડનું અલગ જ સ્થાન રહ્યું છે. ભોજનમાં પીરસાતા આ વાનગીઓ માત્ર ભોજનના સ્વાદને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે. પાપડની વાત કરીએ તો તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ભોજન સાથે પાપડ ખાવાની પરંપરા ખુબ જુની રહી છે. વધુમાં પાપડથી ગેસ, એસિડિટી તેમજ ઉબકાની સમસ્યા ઘણા હદ સુધી દુર થાય છે. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार