सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અમારા હાઈ કમિશનરને નિશાન બનાવવાની નિંદા કરીએ છીએ.. જયશંકર કેનેડા સરકાર પર વર્ષ્યા

વિદેશમંત્રી એસ.જયશંકરે કેનેડાની સરકાર પર આકરા પ્રહાર કર્યા

Jashu Bhai Solanki
  • Oct 27 2024 10:17AM

વિદેશ મંત્રી જયશંકરે ફરી એક વખત કેનેડાની સરકારની ટીકા કરી હતી. એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, કેનેડામાં સંદઠિત અપરાધનો મુદ્દો ઉઠાવનાર ભારતે સૌપ્રથમ સ્થાન મેળવ્યુ હતું. પરંતુ ત્યા લાંબા સમય સુધી આ મુદ્દાની અવગણના કરવામાં આવી હતી.

સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્રુડો સરકાર દ્વારા ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓને નિશાન બનાવવાની ટીકા કરી હતી. આ વિશે જયશંકરે કહ્યું કે કેનેડા સરકાર દ્વારા ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેનો ભારતે જવાબ આપ્યો છે.

તેમજ એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે કેનેડા સરકારે જે રીતે અમારા હાઇ કમિશ્નર અને રાજદ્વારીઓને નિશાન બનાવ્યા તેની અમે નિંદા કરીએ છીએ.

વિદેશ મંત્રીએ આગળ કહ્યું, મુદ્દો એ છે કે કેટલાક લોકો એવા છે જેમણે પોતાને એક મોટી રાજકીય શક્તિ બનાવી છે અને તે દેશની રાજનીતિ તે રાજકીય જૂથને અમુક અંશે એવી સ્થિતિ આપી રહી છે જે માત્ર આપણા સંબંધો માટે જ નુકસાનકારક નથી, પરંતુ હું એમ પણ કહીશ કે તે કેનેડા માટે પણ નુકસાનકારક છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार