सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Dhanterash 2024: ધનતેરસનો તહેવાર ક્યારે ઉજવાશે 29 કે 30 ઓક્ટોબર, જાણો અહી સમય અને પૂજાનું શુભ મુહૂર્ત

ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર ગણેશજી અને માં લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો

Jashu Bhai Solanki
  • Oct 22 2024 4:04PM

પાંચ દિવસીય દીપોત્સવની શરૂઆત ધનતેરસના દિવસથી શરૂ થાય છે. આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે આયુર્વેદના ભગવાનનો જન્મદિવસ છે. આ દિવસે પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજનઅને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ 2024 
વર્ષ 2024માં ધનતેરસની તારીખ અંગે લોકોમાં શંકા છે. પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10.31 કલાકે શરૂ થશે. જ્યારે ત્રયોદશી તિથિ બીજા દિવસે 30 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 1.15 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસ 2024 પૂજન મુહૂર્ત 
આવી સ્થિતિમાં 29 ઓક્ટોબર, 2024, મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસની પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.31 થી 8.13 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન તમને ધનતેરસની પૂજા માટે કુલ 1 કલાક 42 મિનિટ મળશે.

ધનતેરસ 2024 પૂજન વિધિ 
ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.
તમામ દેવી-દેવતાઓને કુમકુમ, નાડાછડી, અક્ષત, પાન, સોપારી, મીઠાઈ, ફળ, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો.
ભગવાન સમક્ષ દીવો પ્રગટાવો.
પૂજા દરમિયાન ચાંદીનો સિક્કો અને નારિયેળ અવશ્ય સાથે રાખો.
આ પછી ભગવાન ધન્વંતરી અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આરતી પણ કરો.
આ દિવસે સાંજે ઘરની બહાર યમનો દીવો અવશ્ય પ્રગટાવો.

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, સાવરણી, ધાણા, ઘર, પિત્તળના વાસણો, દીવા અને વાહનોની ખરીદી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ નવી શુભ વસ્તુની ખરીદી કરવાથી તેનો લાભ વધી જાય છે અને ઘરમા સુખ શાતી રહે છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार