सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહત્વના સમાચાર: દેશની તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર, આતંકી દ્વારા વધુ 10 ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુસાફરોમાં ખુબ જ હાલાકી

બોમ્બની ધમકીના મોટા ભાગના કોલ વિદેશથી આવી રહ્યા છે. અજન્સીઓ દ્વારા હાલ તપાસ ચાલું.

Jashu Bhai Solanki
  • Oct 22 2024 2:48PM

ફરી એક વાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને કારણે હાલ ખભળાટ મચી ગયો છે. ઇન્ડિગોની 10 ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યાર બાદ પોલીસ અને સંબંધિત એજન્સિઓ એક્શનમાં આવી છે. માહિતી અનુસાર ઇન્ડિગોના જે 10 વિમાનોને ધમકી મળી છે, તેમાથી 7 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ છે. ધમકીભર્યા મોટા ભાગના કોલ ઇન્ટરનેશનલ કોલ છે.

માહિતી અનુસાર એરલાઈન્સ દ્વારા સતત મળી રહેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને તમામ એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ ટીમ (BTAC) તૈનાત કરવામાં આવી છે. જ્યારે બોમ્બની ધમકીનો કોલ આવશે ત્યારે BTAC ટીમ તાત્કાલિક પગલાં લેશે. જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી મળેલા ધમકીભર્યા કોલ્સમાંથી 90% વિદેશથી આવ્યા છે. માત્ર 10% કૉલ્સ જ દેશમાંથી આવ્યા છે.

દેશની તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર 
સાયબર વિંગ, સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસને પણ વિદેશમાથી ધમકી ભર્યા કોલ આવ્યા હતા. જેના માટે તમામને એલર્ટ કરવામાં આવ્યા છે. વીપીએન અને વિદેશથી આવતા કોલ અને ઇમેઇલના આઇડીની તપાસ ચાલી રહી છે. ગૃહ મંત્રાલય, નાગરીક ઉડ્ડીયન મંત્રાલય સાઆઇએસએફ તેમજ આઇબીના અધિકારીઓને ધમકીભર્યા કોલ આવ્યા હતા. ત્યાર બાદ ઘણી બેઠકો કરવામાં આવી છે, એરપોર્ટ પ્રશાસન અને અન્ય એજન્સીઓને પણ એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી હતી. 

આ ફ્લાઇટ્સને મળી ધમકી 
જે ફેલાઇટ્સને ધમકી મળી છે તેમા અમદાવાદ-જૈદ્દાહ, હૈદરાબાદ-જેદ્દાહ, બેંગ્લોર-જેદ્દાહ, કોઝિકોડ- જેદ્દાહ, દિલ્હી - જેદ્દાહ, ઈસ્તાંબુલ-મુંબઈ, લખનૌ - પૂણે, ઈસ્તાંબુલ- દિલ્હી, દિલ્હી - દમ્મામ, મેંગલુરુ-મુંબઈ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ફ્લાઇટ્સને ધમકી ભર્યા કોલ આવ્યા છે.

સોમવારે પણ મળી હતી 30 વિમાનોને ઇડાવી દેવાની ધમકી
મળતી માહીતી મુજબ ભારતીય ઉડ્ડયન કંપનીઓ દ્વારા સંચાલિત લગભગ 30 ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલ સરકાર બોમ્બથી ઉડાવી દેવીની ધમકી ભર્યા કોલ વિરુદ્ધ કાનુન બનાવવાનું વિચારી રહી છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार