सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આદિઅનાદી સુર્યપુત્રી તાપી મૈયાની જન્મજયંતિ નિમિત્તે ૮૫૧ મીટરની ચુંદડી ઓઢાડાઇ

સુરતના ઇતિહાસમાં જહાંગીરપુરા કુરૂક્ષેત્ર જીર્ણોધ્ધાર સમિતિ દ્વારા સૌ પ્રથમવાર કથાકાર પૂ.પ્રફુલ શુક્લના હસ્તે તાપી મૈયાને ચુંદડી સમર્પિત

જગદીશ ડી. પટેલ
  • Jul 7 2022 12:24PM

સુરત જિલ્લા અને શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર
જહાંગીરપુરા સ્થિત શ્રી કુરૂક્ષેત્ર જીર્ણોધ્ધાર સમિતિ દ્વારા સુર્યપુત્રી તાપી મૈયાની જન્મજયંતિ નિમિત્તે આજે બુધવારે ૮૫૧ મીટરની ચુંદડી પ્રખ્યાત કથાકાર પૂ.પ્રફુલ શુક્લના હસ્તે ઓઢાડવામાં આવી છે.

આજે બુધવાર,તારીખ છઠ્ઠી જુલાઈના રોજ આદિ-અનાદી સુર્યપુત્રી તાપી મૈયાની જન્મજયંતિ હતી.આ પવિત્ર પર્વ
નિમિત્તે તાપી મૈયાને ૮૫૧ મીટરની ચુંદડી નવસારી જિલ્લાના ખેરગામના પ્રખ્યાત કથાકાર પૂ.પ્રફુલ શુક્લના હસ્તે ઓઢાડવામાં આવી હતી.સુરત શહેરના કોટિયાક નગરમાં જહાંગીરપુરા સ્થિત શ્રી કુરૂક્ષેત્ર જીર્ણોધ્ધાર સમિતિના પ્રમુખ
કમલેશભાઈ સેલર દ્વારા હાલમાં ખેરગામના કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની ૮૨૫ મી "શ્રી રામકથા" ચાલી રહી છે.આ કથાને અનુલક્ષીને આજે શ્રી કુરૂક્ષેત્રના સૂર્યઘાટ પર સૂર્યપુત્રી તાપી મૈયાને ૮૫૧ મીટર લાંબી ચુંદડી પ્રફુલભાઇ શુક્લના હસ્તે
અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે આશીર્વચન આપતા કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લએ કહ્યું હતું કે,ગંગા સ્નાન અને યમુના આચમન કરવાથી મનુષ્ય પાવન થાય છે.નર્મદા મૈયાના દર્શન કરવાથી પણ આપણે પાવન બનીએ છીએ.જ્યારે માત્ર તાપી મૈયાનું સ્મરણ કરવાથી જ મનુષ્ય પવિત્ર અને પાવન થાય છે.જેથી તાપી મૈયાને સ્વચ્છ અને સુંદર રાખવાની આપણા સૌ કોઈની જવાબદારી હોવાથી તાપી મૈયાના નીરમાં કચરો નાંખી પ્રદુષિત કરવું તે મહાપાપ છે. આપણે તાપી મૈયામાં કચરો ન નાંખીએ તો પણ તાપી માતાની પૂજા જ કરેલી ગણાય.તેમણે વધુ કહ્યું કે,સુર્યપુત્રી તાપી માતા જગતનું કલ્યાણ કરનારી છે.આ પ્રસંગે તાપી મૈયાના જયજયકારથી નદી કિનારાનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે પૂ.શ્રી સંતરામ બાપુ,શ્રી હંસમુનિ બાપુ,શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી,સુરત મનપાના કોર્પોરેટર કૃણાલભાઈ સેલર તથા સાપરિયાબેન, અજયભાઈ ગાંધી,અનિલભાઈ બિસ્કિટવાલા,વિનોદભાઈ જૈન, શિલ્પેશભાઈ પટેલ,ક્રિષ્નાબેન ભાવેશભાઈ પટેલ,સુધાબેન, નવીનતાબેન,ઈશ્વરભાઈ (વરિયાવ),ટ્રસ્ટી જે.ડી.પટેલ, શંકરભાઈ પટેલ તથા ભક્ત હંસાબેન મોરાવાલા , વસુમતીબેન મિસ્ત્રી,વનિતાબેન શાહ સહિત સુરત શહેરમાંથી તાપી મૈયાની પૂજા અર્ચના કરવા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.જયારે માક્ષિતભાઈ રાજ્યગુરૂ અને ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા.અંતમાં શ્રી કુરૂક્ષેત્ર જીર્ણોધ્ધાર સમિતિના કમલેશ સેલર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार