सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Cyclone Dana: ચક્રવાત 'દાના' ઓડિશામાં ત્રાટક્યું, 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેનો રદ

ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાતી તોફાન દાનાની લેન્ડફોલ ઝડપ 120 કીમી પ્રતિ કલાકની રહેશે

Jashu Bhai Solanki
  • Oct 25 2024 9:47AM

ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાતી તોફાન દાનાની લેન્ડફોલ પ્રક્રિયા ગુરુવારે રાત્રે શરૂ થવાની અને શુક્રવાર સવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. લેન્ડફોલ પ્રક્રિયા શુક્રવાર સવાર સુધી લગભગ ચારથી પાંચ કલાક સુધી ચાલશે. ત્યારે પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાની આશંકા છે. ઉંચા મોજાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી બે-ત્રણ કિલોમીટર સુધી અંદર આવી શકે છે. આગામી 24 કલાક માટે વધારાની કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા તરીકે વિવિધ દરિયાકિનારા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આ વિસ્તારમાં નેવીના બે જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો રદ કરી છે. ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો રદ કરી છે. નેવીએ કહ્યું કે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગુરુવારે મોડી રાત્રે ઓડિશાના કિનારે પહોંચેલા ચક્રવાતની અસરમાં કુલ સાત રાજ્યો જોવા મળી રહી છે. તેમાંથી ત્રણ રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તોફાનના કારણે બંગાળના શમશેરગંજ અને ફરક્કામાં ત્રણ બોટ પલટી ગઈ હતી અને 16 માછીમારો લાપતા થયા હતા. ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પરથી લગભગ 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. રેલવેએ કુલ 552 ટ્રેનો રદ કરી છે.

કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ 15 કલાક માટે બંધ રહેશે
સાવચેતીના પગલા તરીકે ઓડિશા અને બંગાળના એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ ગુરુવાર સાંજથી 15 કલાક માટે બંધ રહેશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार