सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Diwali 2024: દિવાળી પર પૂજા કરતી વખતે માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તીને કઇ દિશામાં રાખવી, જાણો અહી સંપુર્ણ માહિતી

દિવાળીના દિવસે ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

Jashu Bhai Solanki
  • Oct 23 2024 4:50PM

દિવાળીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. દિવાળીનો તહેવાર કારતક માસની અમાવસ્યા તિથીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા હતા. ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી કરવા દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. 

દિવાળી પર લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તી કઇ દિશામાં રાખવી 
દિવાળી પર લક્ષ્મીજી અને ગણેશજીની નવી મૂર્તી ઘરે લાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની ડાબી બાજુ લક્ષ્મીને સ્થાપિત કરવા એ ખોટુ છે. ડાબી બાજુનું સ્થાન પત્નીનું છે. લક્ષ્મી દેવી ભગવાન ગણેશની માતા સમાન છે. તેથી હંમેશા તેમને ભગવાન ગણેશની જમણી બાજુ રાખવામાં આવે છે. દિવીળીની પૂજા વખતે માતા લક્ષ્મીને ગણેશજીની જમણી બાજુ બિરાજમાન કરવા જોઇએ. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તી એવી રીતે મુકો કે તેમનું મુખ પૂર્વ કે પશ્વિમ દિશામાં રાખવામાં આવે છે. 

દિવાળી પર કળશ સ્થાપનાનું મહત્વ
દિવાળી પર કળશ સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે કારણ કે કળશને વરુણદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. જો દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા દરમિયાન કળશની સ્થાપના કરવામાં આવે તો પૂજાનું ફળ બમણું થાય છે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. હિંદુ માન્યતાઓ અનુસાર કળશને અમૃતનું તત્વ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દિવાળી પર ઘરમાં કળશ સ્થાપના કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. કારણ કે તે અમૃત સમાન છે, તમને સ્વસ્થ શરીર મળે છે.

જો તમે કોઈ દેવી દેવતામાં માનતા હોવ પણ દિવાળીની પૂજા કરતી વખતે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તમારે જે દેવતામાં અતૂટ શ્રદ્ધા હોય તેમની પણ પૂજા કરવી જોઈએ.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार