सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે

આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ વિદેશના લાખો હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેશે

યેશા શાહ
  • Oct 23 2024 6:15PM
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ વિદેશના લાખો હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેનાર છે.

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ર્ડા. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, તા. ૭ નવેમ્બર ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા કળશયાત્રા સવારે ૧૦:૩૦ કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં ર૦૦ ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે ૧૧:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે ૧૧:૪૫ કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.

તા.૮ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
તા.૯ નવેમ્બરના રોજ સવારે ૫:૩૦ કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે.
બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ દરમ્યાન મહિલા મંચ યોજાશે.
સાંજે ૫:૦૦ કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
તા.૧૦ નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે ૮:૦૦ કલાકે મંદિર પરિસર ખાતે થશે.
તા.૧૧ નવેમ્બરના રોજ સાંજે ૪:૦૦ કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે ૫:૩૦ કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખેલ છે.

તા.૧૨ નવેમ્બરના રોજ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા.
જ્યારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે.
બપોરે ૩:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે.
સાંજે ૪:૦૦ કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યા તિ ભવ્ય જળયાત્રા નીકળશે. જે ફક્ત યજમાનો માટે છે.
સાંજેના ૪:૦૦ કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.

તા.૧૩ નવેમ્બરના રોજ સવારે ૬:૦૦ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે ૧૦:૩૦ કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે.
સવારે ૧૦:૦૦ કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે ૫:૩૦ કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
તા.૧૪ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યા તિ ભવ્ય રીતે ઉજવાશે.

તા.૧૫ નવેમ્બરના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અને સાંજે ૬:૦૦ કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.
દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તા.૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન પૂ.જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને પૂ.નિત્યસ્વરૂપદાસજી (સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार