सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

એનિમેશન અને ગેમિંગમાં ભારત અદ્યતન ક્રાંતી લાવશે. મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી

પીએમ મોદીએ રવિવારે 115મી વખત મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી ગેમિંગ સેક્ટરના વિસ્તરણ વિષે વાત કરી

Jashu Bhai Solanki
  • Oct 27 2024 2:30PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 115મી વખત મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું હતું. મન કી બાતમાં પીએમ મોદીએ ગેમિંગ અને અનિમેશન સેક્ટર પર ભારતની પ્રગતીની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારત અનિમેશન અને ગેમિંગ સેક્ટરમાં ક્રાંતીના માર્ગે છે. ભારતીય ગેમ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઇ રહી છે. વધુમાં જણાવ્યું હતું કે તેમણે દેશના ટોપ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને આ દરમિયાન મને  ભારતીય રમતોની સર્જનાત્મકતાઓને જાણવાનો અને સમજવાનો મોકો મળ્યો હતો.

ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ 
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, આજે ભારતની કુશળતા વિદેશી ઉત્પાદનનો મહત્વપૂર્ણ ભાગ બની રહી છે. સ્પાઈડર મેન હોય કે ટ્રાન્સફોર્મર્સ, લોકોએ આ બંને ફિલ્મોમાં હરિનારાયણ રાજીવના કામની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આજે આપણા યુવાનો એવી સામગ્રી બનાવી રહ્યા છે જે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને તે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે.

વર્ચ્યુએલ ટુર
 પીએમ મોદીએ કહ્યું કે આજે એનિમેશન સેક્ટરે એક ઉદ્યોગનું સ્વરુપ લીધુ છે. જે અન્ય ઉદ્યોગોને પ્રગતી આપી રહ્યું છે. આજના દિવસોની જેમ વર્ચ્યુઅલ ટુર દ્વારા તમે દુરના સ્થળો જોઇ શકો છો, નિહાળી શકો છો. તમે વારાણાસી ના  ઘાટનો આનંદ માણી શકો છો. અનિમેટર્સની સાથે સાથે આ સેક્ટરમાં ગેમ ડેવલપર્સ, સ્ટોરી ટેલર્સ અને વોઇસ ઓવર આર્ટિસ્ટની પણ માંગ વધી છે.

એટલા માટે પીએમ મોદીએ યુવાનોને સંદેશ આપતા કહ્યું કે, તમારી સર્જનાત્મકતાનો વિસ્તાર કરો, કોણ જાણે છે, વિશ્વનું આગામી સુપરહિટ એનિમેશન તમારા કમ્પ્યુટરમાંથી બહાર આવી શકે છે, આગામી પ્રખ્યાત ગેમ તમારા દ્વારા બનાવવામાં આવી શકે છે. પીએમ મોદીએ કહ્યું, 28 ઓક્ટોબરે વર્લ્ડ એનિમેશન ડે ઉજવવામાં આવશે. અમે ભારતને વૈશ્વિક એનિમેશન પાવર હાઉસ બનાવવાનો સંકલ્પ કરીએ છીએ.

ભારત “મેક ફોર વર્લ્ડ” બન્યું
આત્મનિર્ભર ભારત વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભરતા એ માત્ર અમારી નીતિ નથી પરંતુ એક વ્યવસાય બની ગયો છે. આત્મનિર્ભર ભારત દરેક ક્ષેત્રમાં અજાયબીઓ કરી રહ્યું છે. PM એ કહ્યું કે ભારત જે એક સમયે મોબાઈલ ફોનનો આયાત કરતો હતો તે આજે વિશ્વમાં એક મોટો ઉત્પાદક બની ગયો છે. ભારત, જે એક સમયે વિશ્વમાં સંરક્ષણ સામાનનો સૌથી મોટો ખરીદનાર હતો, તે હવે 85 દેશોમાં તેની નિકાસ કરી રહ્યું છે. સ્પેસ ટેક્નોલોજી પણ આગળ વધી રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન જન અભિયાન બની રહ્યું છે.

પીએમ મોદીએ લોકોને કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનને કારણે તમે તમારી આસપાસ જે પણ નવી શોધ જુઓ છો, તેને હેશટેગ સેલ્ફ-રિલેન્ટ ઇનોવેશન સાથે શેર કરો. ભારતમાં તહેવારોની ખરીદી હવે વોકલ ફોર લોકલના મંત્ર સાથે કરવામાં આવે છે. પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ બનાવ્યું છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार