सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Dhanteras 2024:ધનતેરસનો તહેવાર આવી રહ્યો છે, જાણો અહી પૂજા અને ખરીદીનો સમય તેમજ પદ્ધતિ.

ધનતેરસ એ પાંચ દિવસીય દિવાળી તહેવારનો પ્રથમ દિવસ છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો, વાહન, મકાન, જમીન વગેરેની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Jashu Bhai Solanki
  • Oct 27 2024 4:15PM

દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધમતેરસનો તહેવાર 29 ઓક્ટોબર મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ એ પાંચ દિવસીય દિવાળી તહેવારનો પ્રથમ દિવસ છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો, વાહન, મકાન, જમીન વગેરેની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દિવાળી પહેલા કારતક માસમાં કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને ધન ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતી પણ કહેવામાં આવે છે. ધનતેરસ પર દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી.

પાંચ દિવસીય દિવાળી ઉત્સવની શરૂઆત
પાંચ દિવસીય રોશનીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. દંતકથા અનુસાર, આ દિવસે ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી તેમના હાથમાં અમૃતથી ભરેલો ઘડો લઈને બહાર આવ્યા હતા. તેથી, ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા છે. આ સાથે જ ઘરમાં કોઈપણ નવી વસ્તુ લાવવી શુભ માનવામાં આવે છે. આ દિવસે નવા વાહનોની પણ મોટાપાયે ખરીદી કરવામાં આવે છે. તેમજ ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત પરિવારની સુખાકારી માટે સાંજે યમ નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.

ધનતેરસનો શુભ સમય અને મુહૂર્ત
ધનતેરસની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10:31 વાગ્યે શરૂ થશે અને તારીખ 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે.

ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત
આ વખતે ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, જેમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રથમ મુહૂર્ત- 29 ઓક્ટોબરે સવારે 6:31 થી 10:31 સુધી રહેશે.
બીજો મુહૂર્ત- બપોરે 11:42 થી બપોરે 12:27 સુધી. સંધિકાળ મુહૂર્ત- સંધિકાળ મુહૂર્ત દરમિયાન ખરીદી પણ કરી શકાય છે. આ દિવસે સંધ્યાનો સમય સાંજે 5:38 થી 6:04 સુધીનો રહેશે.

પૂજાનો સમય
ધનતેરસની પૂજા સાંજે કરવામાં આવે છે. 29 ઓક્ટોબરે સાંજે 6:31 થી 8:31 સુધી પૂજા કરી શકાશે. આનો અર્થ એ છે કે ધનતેરસની પૂજા માટે તમને 1 કલાક 42 મિનિટનો શુભ સમય મળશે.

પૂજન વિધી 
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાના નિયમો જણાવવામાં આવ્યા છે. આ માટે શુભ મુહૂર્તમાં ભગવાન કુબેર, ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મીની પૂજા શરૂ કરો અને તેમની તસવીર અથવા મૂર્તિ કોઈ પવિત્ર સ્થાન પર રાખો. ત્યારબાદ પૂજામાં ભગવાન ગણેશની મૂર્તિનો સમાવેશ કરો. તેમજ દરેક મૂર્તીના ભોગ ચડાવો.

ધનતેરસ પર આ ચીજોની ખરીદી કરો.
1.તમે ધનતેરસના દિવસે લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદી શકો છો અને દિવાળીના દિવસે તેની પૂજા કરી શકો છો. 
2.આ દિવસે સોનું, ચાંદી અને સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
3. આ સિવાય ધાતુના વાસણો ખરીદવું ખૂબ જ શુભ છે. ખાસ કરીને ચાંદી અને પિત્તળને ભગવાન ધન્વંતરિની મુખ્ય ધાતુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે આ દિવસે ચાંદી અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો.
4. ભગવાન ધન્વંતરિનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન હાથમાં એક વાસણ સાથે થયો હતો, તેથી તમે ધનતેરસના દિવસે પાણીથી ભરેલું પાત્ર પણ ખરીદી શકો છો.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार