सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતમાં એક, બે નહી ત્રણ વાવાઝોડાનો ખતરો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ચેતવણી

ગુજરાતમાં હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ફરી વાવાઝોડા સાથે વરસાદના સંકેત આપ્યા છે.

Jashu Bhai Solanki
  • Oct 27 2024 1:51PM

ગુજરાત પર ત્રણ ત્રણ વાવાઝોડાનો ખતરો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની ચેતવણીહવામાન નિષ્ણાત અંબાલાલે ફરી વાવાઝોડા સાથે વરસાદના સંકેત આપ્યાં છે. સાયક્લોનિક સિસ્ટમની ગુજરાત પર અસરને લઇને અનુમાન વ્યક્ત કર્યું છે.

હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી વાવાઝોડાની અસરથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આંબાલાલના અનુમાન મુજબ 7 થી 14 નવેમ્બર વચ્ચે બંગાલની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતાઓ છે. આ ચક્રાવત દાના જેવુ જ સ્વરુપ ધારણ કરી શકે છે. 18 થી 25 નવેમ્બર વચ્ચે બીજા ચક્રાવતની પણ શક્યતાઓ છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઉભુ થવાની શક્યતાઓ છે. ડિસેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ ચક્રિય થશે. જો આ સિસ્ટમ ઓમાન તરફ નહી ફંટાય તો ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

ચક્રવાતી તોફાન નબળું પડ્યા બાદ બંગાળ અને ઓડિશા સહિતના પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જો કે કેરળ, ઝારખંડ, ઓડિશામાં આજે વરસાદનું એલર્ટ છે. જો દિલ્હીની વાત કરીએ તો ખરાબ હવાની ગુણવત્તાને કારણે લોકોની મુશ્કેલી વધી છે.

ચક્રવાતી તોફાન દાનાની અસર નબળી પડી છે. જે બાદ કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં સુધારો થયો છે. માત્ર બંગાળમાં જ નહીં પરંતુ ઓડિશા, કેરળ, ઝારખંડ સહિત જ્યાં પણ ભારે વરસાદ થયો છે ત્યાં સ્થિતિ સુધરી રહી છે.. જો કે હવામાન વિભાગે આજે પણ ઓડિશા, બંગાળ અને ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેરળમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. ચાલો આગળ જણાવીએ કે આજે દિલ્હી-NCR સહિત યુપી-બિહાર, રાજસ્થાનમાં કેવું રહેશે હવામાન.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार