કપડવંજ રેલવે સ્ટેશન પરનું પ્રદૂષણ દૂર કરવા રહીશો દ્વારા આવેદનપત્ર અપાયું
કપડવંજ રેલ્વે સ્ટેશન ઉપર ચાલતી રો મટીરીયલની કામગીરીથી થતું પ્રદુષણ સત્વરે બંધ કરવા નજીકના રહીશો દ્વારા નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કપડવંજ નગરપાલિકાના વોડૅ નં– 3 અને વોડૅ નં – ૭ ના જાગૃત નાગરિકજનોનું એક પ્રતિનિધિ મંડળ નગરપાલિકા પ્રમુખ મોનીકાબેન પટેલ અને તેઓની કમિટીના સદસ્યોને રૂબરૂ મળી આશરે ૧૫,૦૦૦થી વધુ નાગરિકોને પડતી તકલીફો, ખેતીનાં પાકને મોટું નુકશાન તેમજ આ વિસ્તારમાં ભણતા આશરે ૨,૫૦૦થી વધુ બાળકોની તકલીફો અંગે વિસ્તૃત રજૂઆત કરેલ છે તેમજ તેઓશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.
નગરપાલિકા પ્રમુખે રજૂઆતો સાંભળી ન્યાય મળે તેની પૂર્ણ ખાત્રી આપી હતી. આપેલ છે. આ ઉપરાંત આ વિસ્તારના અગ્રણી હિમાંશુ શાહના નેતૃત્વ હેઠળ આ જ પ્રકારનું આવેદનપત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને રાજ્યના પૂર્વ મંત્રી બિમલભાઈ શાહને પણ યોગ્ય કાર્યવાહી અર્થે સુપ્રત કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प