सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સોમનાથ મંદિર આસપાસ ગેરકાયદે દબાણ દુર કરવાનો મામલો સુપ્રિમ સુધી પહોચ્યો, તિરસ્કાર પિટિશન દાખલ

અરજીમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Jashu Bhai Solanki
  • Oct 1 2024 12:47PM
ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ ગેર કાયદે દબાણ દુર કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન કરાયેલી કાર્યવાહીને કારણે 15 હેક્ટર સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને તેની કિંમત રૂ. 60 કરોડ માનવામાં આવે છે. 

ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર તાજેતરના બુલડોઝરની કાર્યવાહીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ સમાજે તિરસ્કારની અરજી દાખલ કરી છે. આ અરજીમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરી છે. આ અરજીમાં દરગાહ મંગરોલી શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવલ, અને ગીર સોમનાથમા રહેલા ગેર કાયદે બાંધકામ તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં વધુમાં એ પણ કેહવામાં આવ્યું છે ક સુપ્રિમ કોર્ટ દ્વારા ગેર કાયદે બાંધકામ તોડી પાડવા પર રોક લગાવવામાં આવી હતી, તેમ છતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. 

જુઓ અરજીમાં શુ આરોપ લાગ્યો.
સુપ્રિમ કોર્ટમાં દાખલ તિરસ્કાર અરજીમાં કેહવામાં આવ્યું છે ગુજરાત સ્થિત ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પૌરાણિક મસ્જિદો, મકબરો અને કેટલાક ધર ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચ આજે બુલડોઝર ડિમોલિશન સામેની અરજીઓની સુનાવણી કરશે.

સોમનાથ મંદિરની આસપાસથી દુર કરવામાં આવ્યા ગેરકાયદે દબાણ 
ગુજરાત સ્થિત સોમનાથ મંદિરથી 1.5 કિમી દુર સરકારી જમીન પર કબ્જો કરેલ ગેર કાયદે દબાણ શુક્રવાર રાત્રે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા. જેમા 15 હેક્ટર સરકારી જમીન પર નિર્માણ કરેલ દબાણની કિંમત અંદાજિત રૂ.60 કરોડ જેટલી છે. ખાલી કરેલી જગ્યા પર સોમનાથ મંદિક કોરીડોર બનાવવામાં આવશે. 

કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને આ નિર્ણય આપ્યો હતો
સુપ્રિમ કોર્ટ દ્વારા ડિમોલેશન કાર્યવાહી પર રોક લગાવવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે માત્ર જાહેર અતિક્રમણ પર જ કાર્યવાહી કરવામાં આવશે.  બુલડોઝર કાર્યવાહી પર રાજ્યોને કહેવામાં આવ્યું હતુ કે કાનુની પ્રક્રિયાની માંગ અનુસાર જ બુલડોઝર ચાલવું જોઇએ. સોલિસિટર જનરલે કહ્યું કે નોટિસ બાદ જ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પર જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અથવા જાહેર સ્થળો પર થયેલા ગેરકાયદે બાંધકામોને યોગ્ય પ્રક્રિયા સાથે તોડી પાડવાની મંજૂરી આપવામાં આવશે. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार