सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા-નડિયાદ એસીબી પોલીસે બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટને રૂા. ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યા

નડિયાદ એસીબીએ ડાકોર ખાતે રહેતા પ્લાટુન સાર્જન્ટ નરેન્દ્રકુમાર ઝાલાના ઘરે છટકાનું આયોજન કર્યું હતુ

યેશા શાહ
  • Oct 1 2024 12:16PM
ખેડા- નડિયાદ ACB પોલીસે બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ રૂા. ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજ યુનિટની હોમગાર્ડ કચેરીમાં મનિષકુમારજયંતિભાઈ ઝાલા (રે. મોટા રામપુરા, તા. કપડવંજ)પ્લાટુન સાર્જન્ટ તેમજ ઈન્ચાર્જ ઓફિસર તરીકે અને નરેન્દ્રકુમાર રયજીભાઈ ઝાલા (રે. યોગીનગર, ડાકોર રોડ, કપડવંજ)પ્લાટુન સાર્જન્ટ તરીકે ફરજ બજાવે છે. બન્ને હોમગાર્ડ સભ્યોની નોકરીનું ફાળવણીનું કામ કરે છે. દરમ્યાન એક હોમગાર્ડ જવાનને નિયિમિત રીતે હોમગાર્ડની ફેજો સોંપવા માટે એક મહિનાના ૫૦૦ રૂપિયા લેખે છેલ્લા ચાર મહિનાના રૂપિયા ૨ હજારની માંગણી કરી હતી. ફરિયાદીએ આજીજી અને વિનંતી કરવા છતાં પણ બન્ને શખ્સોએ એકબીજાની મદદગારીમાં રહીને ૧૫૦૦ રૂપિયા લાંચે પેટે આપી જવા અનેબાકીના ૫૦૦ રૂપિયા આવતા મહિનાનો પગાર થાય ત્યારે આપવાનું જણાવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, તેમણે ખેડા એસીબીનો સંપર્ક કર્યો હતો અને પોતાની ફરિયાદ આપી હતી. જેથી પીઆઈ જે. આઈ. પટેલે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. જે અનુસાર ફરિયાદી લાંચની રકમ લઈને નરેન્દ્રકુમાર રયજીભાઈ ઝાલાના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં હેતુલક્ષી વાતચીત કરી હતી. મનિષકુમાર ઝાલાએ પણ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતગીત કરી હતી. ત્યારબાદ લોંચની રકમ આપતા જ છટકામાં રહેલા એસીબીના અધિકારીઓ અને કર્મચારીઓએ ત્રાટકીને નરેન્દ્ર કુમારને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ત્યારબાદ મનિષકુમાર ઝાલાને પણ ઝડપી પાડીને તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ઘરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार