सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Tulsi Vivah 2024: તુલસી વિવાહ ક્યારે છે, જાણો અહીં શુભ મુહૂર્ત, પૂજા વિધી તેમજ મહત્વ

તિલસી વિવાહનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેશભરમાં ઉજવવામાં આવે છે.

Jashu Bhai Solanki
  • Nov 7 2024 9:19AM

તુલસી વિવાહનો તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે વૃંદા એટલે કે તુલસીના લગ્ન ભગવાન વિષ્ણુની મૂર્તિ શાલિગ્રામ સાથે થાય છે. આ તહેવાર અગિયારમાં ચંદ્ર દિવસ એટલે કે પ્રબોધિની એકાદશીથી શરુ થાય છે. અને પૂર્ણીમાની રાત અતવા કારતક પૂર્ણીમાં સુધી ચાલે છે. આ દિવસે વૃંદા એટલે કે તુલસીના લગ્ન ભગવાન વિષ્ણુના મૂર્તી શાલિગ્રામ સાથે થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી વિવાદ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દુર થાય છે. જુઓ અહી 2024માં ક્યારે છે તુલસી વિવાહ. 

તુલસી વિવાહ 2024 તારીખ અને શુભ મુહૂર્ત 
દ્વાદશી તિથિ 12 નવેમ્બર સાંજે 4.04 વાગ્યે શરુ થશે, જે બિજા દિવસે એટલે કે 13 નવેમ્બરે બપોરે 1.01 વાગ્યે સમાપ્ત થશે, ઉદયતિથિના કારણએ 13 નવેમ્બરે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે.

હિંદુ રીતિ-રિવાજો અનુસાર તુલસી વિવાહના દિવસે વ્રત રાખવામાં આવે છે, જે લગ્ન પૂર્ણ થયા બાદ તોડવામાં આવે છે. આ દિવસે ફૂલો અથવા સાડીઓથી મંડપ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તુલસીનો છોડ અને ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે. આ પછી તેમને ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. તુલસી વિવાહ દરમિયાન તુલસીજીને સોળ શૃંગાર કરવામાં આવે  છે. તેઓ ઘરેણાં, લાલ બિંદી, સાડી વગેરેથી શણગારવામાં આવે છે.  ભગવાન વિષ્ણુના શાલિગ્રામને ધોતી પહેરવામાં આવે છે. ત્યારબાદ તુલસીજી અને ભગવાન વિષ્ણુને એક દોરાથી બાંધવામાં આવે છે. તુલસી વિવાહ તમામ ઉંમરના પૂજારીઓ અને મહિલાઓ દ્વારા કરી શકાય છે. તુલસી વિવાહના સમાપન પર, ભક્તો નવવિવાહિત યુગલ પર ચોખા અને સિંદૂર વરસાવે છે. આ ઉપરાંત તમામ ભક્તોને ભોગનું વિતરણ કરવામાં આવે છે.

તુલસી વિવાહ એક આદરણીય પૌરાણિક સંસ્કાર છે જે હિંદુ પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. તુલસી વિશેષ રીતે પવિત્ર અને સૌમ્યતા દ્વારા પ્રગટે છે, અને તેને શ્રી વિષ્ણુની પ્રિય ફળપરી છે. તુલસી વિવાહ પવિત્રતા, આદર, અને ધાર્મિક ભાવનાને ઉજાગર કરે છે. આ વિવાહ દ્વારા પવિત્રતા અને આધ્યાત્મિક શ્રદ્ધાનો સંદેશ પ્રસારિત થાય છે. આ તહેવારનો મહત્ત્વ એ છે કે તે આપણા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે. ઉપરાંત, તે પર્યાવરણ અને સજીવ જગત માટે એક સંરક્ષણાત્મક ઉદાહરણ સમાન છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार