सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મોદી સરકારની ગુજરાતને મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે કરી મોટી જાહેરાત

ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આવ્યું હતુ પૂર

Jashu Bhai Solanki
  • Oct 1 2024 10:42AM

ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું, જાનમાલનું મોટું નુકસાન થયું હતું, કેન્દ્રની ટીમે પણ રાજ્યની મુલાકાત લીધી હતી. મોદી સરકારે ગુજરાત સહિત ત્રણ રાજ્યો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે.

ગુજરાત સહિતના રાજ્યમાં ભારે વરસાદને કારણે કરોડોનું નુકસાન થયુ હતું. ત્યારે કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્ય માટે સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ.600 કરોડની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માથી પૂર અસરગ્રસ્ત ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે રૂ.675 કરોડની સહાયની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતને 600 કરોડ, મણિપુરને 50 કરોડ અને ત્રિપુરાને 25 કરોડ રૂપિયાની સહાય કરાશે. જ્યારે આ વર્ષે કેન્દ્ર સરકારે SDRFમાંથી 21 રાજ્યોને 9044.80 કરોડ અને 15 રાજ્યોને NDRFમાંથી 4528.66 કરોડ રૂપિયાની  સહાય કરી છે.

ગુજરાતમાં કેન્દ્રની ટીમ 15 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની મુલાકાતે હતી. રાજ્યના પૂર અસરગ્રસ્ત વડોદરા સહિતના 14 જિલ્લામાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 900 કરોડની નુકસાની થઈ હોવાનું રાજ્યની ટીમની તપાસમાં બહાર આવ્યું. જોકે કેન્દ્રીય ટીમે સમીક્ષા કર્યા બાદ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોને લઈને 600 કરોડ રૂપિયાની સહાયની ફાળવણી કરી છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા બાદ ગયા મહિને પ્રથમ વખત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ આયોજિત સભામાં કહ્યું હતુ કે આ વખતે ગુજરાતમાં ભારે વરસાદ થયો છે, આવો વરસાદ પહેલા ક્યારેય થયો નથી, જેના કારણે જાન-માલને ઘણું નુકસાન થયુ છે. આવી સ્થિતીમાં કેન્દ્ર સરકાર ગુજરાતના લોકોને મદદ કરવાની તૈયારી કરી રહી છે.

કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 145.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 140.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની સિઝનનો મધ્ય ગુજરાતમાં 131.63 ટકા   તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 113.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार